Site icon Gramin Today

પશુપાલન નિયામક કચેરી, તાપીના વહીવટી સહ હિસાબી અધિકારી વયનિવૃત્ત થતા વિદાઈ અપાઈ : 

શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તન ગામીત  

પશુપાલન નિયામક કચેરી, તાપીના વહીવટી સહ હિસાબી અધિકારી વયનિવૃત્ત થતા વિદાઈ અપાઈ : 

કલાર્ક થી શરૂ કરીને વર્ગ-૨ ના અધિકારી તરીકે ૩૮ વર્ષ સરકારી સેવા બજાવી અરવિંદભાઈ એન.ચૌધરી સેવાનિવૃત્ત થયા: 

વ્યારા-તાપી:  મદદનીશ પશુપાલન નિયામકની કચેરી,વ્યારા જિ.તાપી ખાતે ૬ વર્ષથી ફરજ બજાવતા મદદનીશ વહીવટી સહ હિસાબી અધિકારી (વર્ગ-૨) શ્રી અરવિંદભાઈ નગીનભાઈ ચૌધરી ૩૮ વર્ષ સરકારની સેવા બજાવી સેવાનિવૃત્ત થતા મદદનીશ પશુપાલન નિયામકશ્રીની કચેરી દ્વારા ભાવભીની વિદાઈ અપાઈ હતી.


મદદનીશ પશુપાલન નિયામક ડો.આર.એસ.ગાવિતે વયનિવૃત્તિ વિદાયમાન આપતા જણાવ્યું હતું કે સરકારી નોકરીમાં જેને ખરેખર જરૂરિયાત હોય તે જ આવે છે. વર્ષ ૧૯૮૪ થી શરૂ કરીને આજપર્યંત જીવનના ૩૮ વર્ષ સરકારની ફરજ બજાવવા બદલ અરવિંદભાઈને પશુપાલન વિભાગ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. તેમનું શેષ જીવન તંદુરસ્ત રહે અને તેમના પરિવાર, સમાજ માટે સમય આપી આર્થિક, સામાજીક ઉન્નતિ કરવાની ભાવના તેમણે વ્યક્ત કરી હતી.
અરવિંદભાઈ ચૌધરીએ તેમના સંસ્મરણો વર્ણવતા જણાવ્યું હતું કે માંડવી ફાર્મમાં કલાર્કથી નોકરીની શરૂઆત કરી હતી. સુરત, ભરૂચ, વડોદરા, પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગર,વલસાડ અને છેલ્લે વ્યારા જિ.તાપી ખાતે ફરજ બજાવી છે. કચેરી કાર્ય પધ્ધતિથી લઈને શિસ્ત અને ઓડિટ પારા અંગે ચીવટ રાખી વેળાસર કામ પૂર્ણ કરવાની ટીપ્સ સાથી કર્મચારીઓને તેમણે આપી હતી. વધુમાં શિક્ષણ મેળવવા ગામડામાંથી બહાર આવી કુટુંબ અને સમાજનો વિકાસ કરવા સ્ટાફગણને અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ડો.કમલેશભાઈ મહેતા, ડો.ઓઝા, દેશમુખભાઈ, સુનિલભાઈ,પશુધન નિરિક્ષકશ્રીઓ, ઘનીષ્ઠ પશુ સુધારણા સ્ટાફગણ, શ્રીમતિ અરૂણાબેન ચૌધરી, ચૌધરી પરિવાર સહિત સૌએ અરવિંદભાઈને શાલ ઓઢાડી, શ્રીફળ, પ્રશસ્તિ પત્ર આપી શુભેચ્છાઓ પાઠવી હતી.

Exit mobile version