શ્રોત: ગ્રામીણ ટૂડે ન્યુઝ, નર્મદા, સર્જનકુમાર
કાકડીઆંબા સિંચાઇ યોજના આજે બપોરે ૧:૦૦ કલાકે નાના કાકડીઆંબા ડેમની સપાટી ૧૮૬.૫૦ મીટરે નોંધ
નાના કાકડીઆંબા સિંચાઇ યોજના હેઠળ સાગબારા તાલુકાના ૧૫ ગામોને ખરીફ-રવિ-ઉનાળુ સીઝન માટે ખેડૂતોને સિંચાઇના પાણીનો લાભ મળશે: આજની સ્થિતીએ ડેમમાં કુલ: ૭.૬૦ કયુબીક મિલીયન મીટર પાણીના જથ્થાનો સંગ્રહ:
રાજપીપલા, ગુરૂવાર: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના નાના કાકડીઆંબા ગામ પાસે આવેલ કાકડીઆંબા ડેમની સપાટી આજે તા. ૨૦ મી ઓગષ્ટ,૨૦૨૦ ના રોજ બપોરે ૧:૦૦ કલાકે ૧૮૬.૫૦ મીટર નોંધાવા પામી હોવાની જાણકારી વેર-૨ (બે) યોજના વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી પ્રતાપભાઇ વસાવા તરફથી જાણકારી પ્રાપ્ત થઇ છે.
કાર્યપાલક ઇજનેરશ્રી પ્રતાપભાઇ વસાવા તરફથી પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ આજની સ્થિતિએ કાકડીઆંબા ડેમમાં ૭.૬૦ મિલીયન કયુબીક મીટર પાણીના જથ્થાનો સંગ્રહ થયેલ છે, જેને લીધે હાલ ૮૧ ટકા કુલ પાણીનો સ્ટોરેજ થયો હોવાનું તેમણે ઉમેર્યું હતું. વધુમાં તેમણે કહ્યું હતું કે, કાકડીઆંબા ડેમનો એફ.આર.એલ ૧૮૭.૭૧ છે, જેને લીધે કાકડીઆંબા સિંચાઇ યોજના હેઠળ સાગબારા તાલુકાના નાના ડોરઆંબા, ખુવડાવાડી, સીમઆમલી, રોઝદેવ, ભવરીસવર, ડકવાડા, કેલ, પાટી, પાટ, ટાવેલ, પાંચપીપરી, ધોડમુગ, રછવાડા, નાના કાકડીઆંબા અને રણબુડા સહિત કુલ ૧૫ જેટલા ગામોને ખરીફ-રવિ અને ઉનાળુ સીઝન માટે સિંચાઇના પાણીનો લાભ મળશે.