Site icon Gramin Today

નવસારી, વલસાડ, ડાંગ જિલ્લાના સરપંચોનુ સંવાદ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનાં અધ્યક્ષપણે યોજાયો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ : વાંસદા કમલેશ ગાંવિત

આજરોજ નવસારી જીલ્લાનાં ચીખલી તાલુકાના સુરખાઈ ગામે જ્ઞાન કીરણ ધોડીયા સમાજની વાડીમાં નવસારી, વલસાડ, ડાંગ જિલ્લાના સરપંચોનુ સંવાદ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ  સી. આર. પાટીલનાં અધ્યક્ષપણે  યોજાયો હતો.

આજ રોજ ચીખલી તાલુકા ના સુરખાઈ ગામે જ્ઞાન કીરણ ધોડીયા સમાજ ની વાડી ખાતે સવારે માનનીય ભાજપ પ્રદેશ પ્રમુખ અને સાંસદ સી.આર.પાટીલ સાહેબના સરપંચ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નવસારી, વલસાડ, ડાંગ એમ ત્રણ જિલ્લાના સરપંચો સાથે સંવાદ કાર્યક્રમ કરતાં સરપંચશ્રી ઓની સંખ્યા ખુબ જ ઘણી હતી. સાથે કપરાડા તાલુકાના,ડાંગ જિલ્લાના,નવસારી,ગણદેવી તાલુકાના તથાં તમામ જિલ્લા,તાલુકાના સંગઠનના હોદ્દેદારો હાજર રહયા. રાષ્ટ્રીય આયોગ મહિલા શ્રીમતી રાજુલબેન દેસાઈ મહિલા સરપંચ ને ખુબ પ્રોત્સાહીત થી સંવેદનશીલ અગત્યની મહિલા ઓને જાગૃત થવા જણાવ્યું હતું.

માનનીય સી.આર. પાટીલ સાહેબે  સંવાદ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે આ 4 ગુજરાત માં સરપંચ નો કાર્યક્રમ છે. સરપંચશ્રી ઓ ને યોજના વિશે માર્ગદર્શન આપવા અને પેઈજ પ્રમુખની યાદી તૈયાર કરવા જણાવ્યું હતું. વધુ માં યોજના હેલ્પલાઇન નંબર આપ્યો હતો. અને આ યોજના તમામ મોબાઈલ નંબર પરથી જાણી છેવાડાના લાભાર્થી સુધી પહોચાડવા માં આવે. બીજું જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી બ્રહ્માસ્ત્ર છે. અને આ પેઈજ પ્રમુખની રચના એ બીજું બ્રહ્માસ્ત્ર છે. જેથી આ કામગીરી પૂર્ણ કરવા વિનંતી કરેલ. પછી 2 લાખનો વીમા યોજના અને સુકન્યા સમૃધ્ધિ યોજના વિશે કામગીરી કરવા ફરજ પાડી હતી. તથાં સરપંચશ્રી અ સાથે ઉભા રહી ફોટો પાડેલ અને તરત જ મોટી લેમીનેશન કોપી સરપંચોને હાથો હાથ આપવામાં આવી. આ કાર્યકમમાં ભાજપનાં  પદાદિકારીઓ અને અનેક કાર્યકર સહીત સરપંચ શ્રી ઓ હાજર રહ્યાં હતાં.

 

Exit mobile version