Site icon Gramin Today

નવરાત્રીના તહેવાર અનુસંધાને પોલીસ અધિક્ષક સાહેબશ્રી દ્વારા રાખવામાં આવેલ પ્રોહી જુગારની ડ્રાઇવ દરમ્યાન દહેજ વડદલા થી વાગરા જતી કેનાલ પરથી પ્રતીબંધીત ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ભરૂચ સુનિતા રજવાડી

પોલીસ મહાનિરીક્ષકશ્રી હરિકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓએ નવરાત્રીના તહેવારને ધ્યાને લઇ પ્રોહી પ્રવૃતીઓ ઉપર સતત વોચ રાખી ગુનાઓ શોધી કાઢવા આપેલ સુચના આધારે જે અનુસંધાને પોલીસ ઇન્સપેક્ટરશ્રી એલ.સી.બી. ભરુચના ઓએ તાબાના અધીકારી / પોલીસ માણસોને હોળી નવરાત્રીના તહેવાર દરમ્યાન પોલીસ અધિક્ષક સાહેબશ્રી દ્વારા રાખવામા આવેલ પ્રોહી / જુગાર ની ડ્રાઇવ અનુસંધાને જીલ્લામા મોટા નામચીન બુટલેગરોની હાલની પ્રવૃતી ઉપર નજર રાખી ગણનાપાત્ર કેસો શોધી કાઢવા માર્ગદર્શન આપી અલગ અલગ ટીમો બનાવામાં આવેલ છે જે પૈકી એલ.સી.બી.ની ટીમ દહેજ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી રમ્યાન મળેલ બાતમી આધારે દહેજ વડદલા થી વાગરા જતી કેનાલ રોડ પરથી ઇકો ગાડી માથી – ( ૧ ) ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બનાવટના બોક્ષ નંગ- ૨૦ મા કુલ બોટલ નંગ -૨૪૦ કિં ૧,૨૦,૦૦૦ / – ( ૨ ) મોબાઇલ નંગ -૦૧ કિં રૂ ૫૦૦૦ / – ( ૩ ) ઇકો ગાડી નં . GJ 06 AZ 8470 કિં રૂ ૧,૫૦,૦૦૦ / – મળી કુલ મુદામાલ કિં . ર , ૭૫,૦૦૦ / ઝડપી પાડવામાં આવેલ છે અને આ તહેવારોમા ભરુચ પોલીસ દ્વારા બુટલેગરો ઉપર સતત વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા કટીબધ્ધ છે

પકડાયેલ આરોપીઓના નામ

( ૧ ) રણજીતસિંહ ઇબ્રાહીમભાઇ રણા રહે. મસ્જીદ ફળીયુ પહાજ ગામ તા.વાગરા જી.ભરૂચ

કામગીરી કરનાર અધિકારી કર્મચારીના નામ

પો.સ.ઇ. એ.એસ. ચૌહાણ એલ.સી.બી. ભરુચ , હે.કો. જયેંદ્રભાઇ , હિતેષભાઇ , તથા પો.કો. મહીપાલસિંહ , શ્રીપાલસિંહ , વિશાલભાઇ વેગડ વિગેરે એલ.સી.બી. ભરુચનાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે

Exit mobile version