Site icon Gramin Today

નર્મદા જીલ્લા 108 એમ્બ્યુલન્સની ટીમ દિવાળીના તહેવારોમાં કોઈ પણ ઇમર્જન્સી ને પોહચી વળવા સજ્જ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

રાજપીપળા : Covid-19 ની મહામારી વચ્ચે પણ નાગરિકોમાં દિવાળીના તેહવારોની ઉજવણી માટે ઘણો ઉત્સાહ દેખાઈ રહ્યો છે ત્યારે 108 ઇમર્જન્સી કર્મીઓ દ્વારા નર્મદા જિલ્લાના નાગરિકોને દિવાળીની એડવાન્સમાં શુભકામનાઓ પાઠવી છે. તેમજ કોઈ પણ સમયે 24×7 કોઈ પણ ઇમર્જન્સીને ઝડપથી પ્રતિસાદ આપવા માટે 108 એમ્બુઅલન્સ નર્મદાની ટીમે તૈયારીઓ કરી લીધી છે. જે રીતે દર વર્ષે દિવાળી, નવું વર્ષ અને ભાઈ બીજ આ ત્રણ મુખ્ય દિવસોમાં અકસ્માતના તેમજ અન્ય ઇમર્જન્સી કેસોમાં નોંધપાત્ર વધારો થાય છે, તેમાં પોહચી વળવા નર્મદા 108 ના કર્મીઓ એ પોતે નોકરી પર હાજર રહી તહેવારોની ઉજવણી કરશે અને નાગરિકોને ઇમર્જન્સીમાં કોઈ અસુવિધા ઉભી ના થાય તેમાટે તૈયારી ઓ સાથે ખડે પગે રહેશે. જિલ્લાના બધાજ નાગરિકો પોતાના પરિવાર સાથે હર્ષોલ્લાસ થી તહેવારોની મોજ માણી શકે, તે માટે 108ના કર્મીઓ ફરજ પર હાજર રહી વિડિઓ કોલ જેવી (વર્ચુલ- ઉજવણી) પધ્ધતિથી પોતાના પરિવાર સાથે ઉજવણીમાં સામેલ થશે.108ના કર્મીઓ,પોલીસ તેમજ હોસ્પિટલના કર્મીઓને આ સેવાઓ બદલ સો સો સલામ કે જેઓ મહામારી હોય કે તહેવારો પોતાના ઘરે થી દૂર રહી નાગરિકો માટે ખડે પગે રહે છે.

દિવાળીના તહેવારોમાં ઇમર્જન્સીમાં થતા વધારો માટેની આગાહીઓના આંકડાઓ નીચે મુજબના છે. જેમાં છેલ્લા ચાર વર્ષના આંકડા તેમજ ચાલુ વર્ષે દિવાળીના ત્રણ દિવસ માં કેટલી ઇમર્જન્સી આવી શકે તેની આગાહી (forcasting) આપવામાં આવેલ છે.

Exit mobile version