Site icon Gramin Today

નર્મદા જીલ્લા સરપંચ પરિષદની ટીમ પુર પીડિતોની વાહરે પોહચી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

આજરોજ તિલકવાડા ગરુડેશ્વર નાંદોદ તાલુકાઓમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી નર્મદા તેમજ કરજણ નદીમાં ઉપરવાસથી ખૂબ જ મોટા પ્રમાણમાં અતિ ભારે વરસાદ પડવાથી ખેડૂતોને કેળ, શેરડી, કપાસ, તુવેર, શાકભાજી જેવા અનેક  પાકોનું ખૂબ જ મોટા પ્રમાણમાં લાખો અને કરોડો રૂપિયાનું નુકસાન થયેલ છે, 

આજરોજ તેનું સ્થળ પર જાત  નિરીક્ષણ કરતા અને દરેક ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ઓ, ગામના વડીલ, આગેવાન શ્રીઓ અને ખેડૂત મિત્રોને અમારી નમ્ર વિનંતી છે કે ગ્રામ સેવક શ્રીઓ દ્વારા દરેક ખેડૂત મિત્રોને જે જે નુકસાન થયું છે એનો યોગ્ય રીતે સર્વે કરવામાં આવે અને આ તમામ ખેડૂત મિત્રોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે તો એમને યોગ્ય વળતર મળે એવા કલેકટર શ્રી દ્વારા તેમજ જિલ્લા વિકાસ અધિકારી મામલતદાર શ્રી ઓ અને તાલુકા વિકાસ અધિકારી ઓ તેમજ પ્રશાસન દ્વારા અને દરેક પાર્ટીના હોદેદારશ્રીઓ અને રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર શ્રી ઓને અમારી નમ્ર વિનંતી છે કે આ તમામ ખેડૂત મિત્રોને યોગ્ય વળતર મળી રહે એવી જિલ્લાના તમામ સરપંચશ્રીઓ દ્વારા આપ સાહેબ શ્રી ઓને અમારી નમ્ર વિનંતી છે સરપંચ પરિષદ ગુજરાત નર્મદા ઝોન પ્રમુખ નિરંજન વસાવા, આદિ જાતિ મોરચાના પ્રમુખ, નર્મદા જિલ્લા સરપંચ પરિષદ ગુજરાત નર્મદા જિલ્લા પ્રમુખ જીતેન્દ્રભાઈ ભીલ સરપંચ પરિષદ ગુજરાત ના તાલુકા પ્રમુખ અરૂણભાઇ સરપંચ પરિષદ ગુજરાત ગરુડેશ્વર તાલુકા પ્રમુખ શ્રીમતી શીતલબેન તડવી એ આજરોજ દરેક વિસ્તારોમાં મુલાકાત લીધી.

Exit mobile version