Site icon Gramin Today

નર્મદા જિલ્લામાં ચાઇનીઝ બનાવટના તુક્કલ તથા દોરીના ઉત્પાદન/વેચાણ/ઉપયોગ કરવા પર તા. ૩૧ મી જાન્યુઆરી સુધી પ્રતિબંધ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

રાજપીપલા :- ઉત્તરાયણના તહેવારને અનુલક્ષીને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એચ.કે.વ્યાસે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા નર્મદા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ઉત્તરાયણના તહેવાર દરમિયાન “સ્કાય લેન્ટર્ન” (ચાઈનીઝ તુક્કલ), ચાઈનીઝ માંઝા/ નાયલોન/ પ્લાસ્ટીક દોરી, કાચ પાયેલી, અન્ય હાનિકારક પદાર્થોથી કોટીંગ કરેલ દોરી, અન્ય સિન્થેટીક માંઝા, સિન્થેટીક પદાર્થથી કોટીંગ કરેલ હોય અને નોન-બાયોડીગ્રેબલ હોય તેવી દોરી તથા અન્ય હાનિકારક પદાર્થોથી કોટીંગ કરેલ દોરી તેમજ પતંગ ચગાવવા માટે ઉપયોગમાં લેવાતા અન્ય હાનિકારક પદાર્થોનાં ઉત્પાદન/વેચાણ/ઉપયોગ કરવા પર તા.૦૧/૦૧/૨૦૨૧ થી તા.૩૧/૦૧/૨૦૨૧ સુધી (બન્ને દિવસો સહિત) પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીથી પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવ્યાં છે.

Exit mobile version