Site icon Gramin Today

નર્મદા જિલ્લાની સરકારી આયુર્વેદ કોલેજ સંલગ્ન હોસ્પિટલ દ્વારા તા.૧૩ મી એ “રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ” ની ઉજવણી કરાશે:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

રાજપીપલા:- ભારત સરકારના આયુષ વિભાગ દ્વારા તા.૧૩ નવેમ્બર, ૨૦૨૦ ને શુક્રવારના રોજ આ વર્ષેની પાંચમાં “રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ” (ધન્વતરી તેરસ) ની “AYURVEDA FOR COVID-19 PANDEMIC” થીમ અંતર્ગત જિલ્લાની સરકારી આયુર્વેદ કોલેજ સંલગ્ન હોસ્પિટલ દ્વારા “આયુર્વેદ દિવસ” ની ઉજવણી કરવામાં આવશે.

તદ્દઉપરાંત, માર્ચ-૨૦૨૦ થી કોવીડ-૧૯ નું સંક્રમણ ગુજરાતમાં જોવા મળેલ છે. આ સંક્રમણ દરમિયાન આયુષની કચેરી, ગાંધીનગર દ્વારા મળેલ સૂચનાઓ તથા માર્ગદર્શન અનુસાર કોવિડ-૧૯ સામે રક્ષણાત્મક તથા ઉપચારાત્મક કામગીરી કરવામાં આવેલ છે. જિલ્લાની સરકારી આયુર્વેદ કોલેજ સંલગ્ન હોસ્પિટલ, રાજપીપલા દ્વારા માર્ચ-૨૦૨૦ થી ઓક્ટોબર-૨૦૨૦ સુધી કોવિડ-૧૯ આઇસોલેસન હોસ્પિટલમાં દાખલ-૬૮૫ પૈકી ઓછા લક્ષણો ધરાવતા દર્દીઓમાં આયુર્વેદ મેડીકલ ઓફીસર દ્વારા આયુર્વેદ સારવાર પુરી પાડવામાં આવી.

વધુમાં કોરોન્ટાઇન ફેસેલીટીના ૧૦૩૩ દરદીઓને અને ૬૯,૫૧૬ સ્વસ્થ વ્યક્તિઓને ઉકાળા વિતરણની સાથોસાથ હોમિયોપોથી મેડીકલ ઓફીસર દ્વારા કોવિડ-૧૯ માટેની રોગપ્રતિકારક શક્તિની દવા આર્સોનિક આલ્બમ-૩૦નું જીલ્લામાં ૭૩,૧૬૨ વ્યક્તિઓને વિતરણ કરવામાં આવ્યુ હોવાનું જિલ્લા સરકારી આયુર્વેદ કોલેજ સંલગ્ન હોસ્પિટલનાં નાયબ અધિક્ષક ઇન્ચાર્જ ડૉ. એમ.બી. ચૌધરી તરફથી  જણાવાયું છે.

Exit mobile version