Site icon Gramin Today

નર્મદા જિલ્લાની સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા વિવિધ યોજનાઓમા ઓનલાઇન અરજી કરવા જિલ્લાના લાભાર્થીને લાભ લેવા અનુરોધ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

રાજપીપલા, સોમવાર : જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા જિલ્લાના પ્રજાજનોને કાર્યરત દિવ્યાંગ ક્લ્યાણકારી (દિવ્યાંગ સાધન સહાય, દિવ્યાંગ લગ્ન સહાય, સંત સુરદાસ-દિવ્યાંગ પેનશન યોજના અને દિવ્યાંગ એસ.ટી બસપાસ તેમજ બાળ ક્લ્યાણકારી (પાલક માતા-પિતા) યોજનાઓનો લાભ ઘરે બેઠા મળી રહે તે માટે https://esamajkalyan.gujarat.gov.in પોર્ટલ મારફતે અરજી ઓનલાઈન કરવાની રહેશે, તેમજ યોજના વિશે વધુ વિગતવાર માહિતી પણ ઉક્ત પોર્ટલ મારફતે મેળવી શકાશે, તદઉપરાંત યોજનાકીય માહિતીની પૂછપરછ માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીના ફોન નંબર (૨૪ કલાક કાર્યરત હેલ્પડેસ્ક ઓન WhatsApp) (૦૨૬૪૦) ૨૨૪૫૭૫ ઉપર સંપર્ક સાધવા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી એસ.વી.રાઠોડ રાજપીપલા જિ.નર્મદા તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Exit mobile version