Site icon Gramin Today

નર્મદા જિલ્લાના ઇકો સેન્સીટીવ ઝોનમાં સમાવિષ્ટ ગામોના ગામ નમૂના નં-૭ ના બીજા હક્કમાં નોધ દાખલ કરવા અંગેની સૂચના મૂળ અસરથી રદ કરાઇ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

રાજપીપલા:- અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી, વન્ય જીવ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરનાં પત્ર ક્રમાંક : વપસ/ટે.૩૨/બ/ ૫૭૮૯/ ૨૦૨૦-૨૧, તા.૩૦/૧૨/૨૦૨૦ થી નર્મદા જિલ્લાના ઈકો સેન્સીટીવ ઝોનમાં સમાવિષ્ટ થતા ગામોનાં ગામ નમુના નં.૭ નાં બીજા હક્કમાં નોંધ દાખલ કરવા અંગેની સૂચના મૂળ અસરથી રદ કરવામાં આવેલ છે. જેથી નર્મદા જિલ્લામાં ઈકો સેન્સીટીવ ઝોન અંગે સબંધિત ગામનાં ગામ નમુના નં.૭ નાં બીજા હક્કમાં નવી કોઈ જ નોંધ પાડવામાં આવનાર નથી તેમજ જે ગામોમાં આવી નોંધ દાખલ થયેલ છે તે રદ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે, જેની નર્મદા જિલ્લાનાં તમામ ખેડૂત ખાતેદારો, ગ્રામજનોને નોંધ લેવા નિવાસી અધિક કલેક્ટરશ્રી, નર્મદા-રાજપીપલા દ્વારા જણાવાયું છે.

Exit mobile version