Site icon Gramin Today

નર્મદામાં નિવાસી અધિક કલેક્ટરશ્રી એચ.કે.વ્યાસના અધ્યક્ષપદે યોજાયેલી બેઠક:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

વૈશ્વિક કોરોના મહામારીને અનુલક્ષીને કોવિડની પ્રવર્તમાન પરિસ્થિતિમાં વિવિધ વેપારી મંડળો અને નગરપાલિકાના સભ્યશ્રીઓ સાથે જિલ્લા વહિવટીતંત્રએ તાકીદની બેઠક યોજીને જરૂરી સહયોગ માટે કરેલી વિસ્તૃત ચર્ચા-વિચારણા;

કોવિડ સંબંધી પ્રોટોકોલ અને માર્ગદર્શિકાના ચૂસ્તપાલન માટે પૂરતી તકેદારી સાથે માસ્ક પહેરવાં, સોશિયલ ડિસ્ટન્સીંગની જાળવણી, સેનેટાઇઝેશન વગેરેના પૂરતા ઉપયોગ માટે મૂકાયેલો ભાર;

રસીકરણની પ્રક્રિયા અંગે પણ મહત્તમ લોકજાગૃત્તિ સાથે રસીનો ક્રમ આવે ત્યારે સમયાંતરે રસીના બે ડોઝ અવશ્ય લેવા અને ત્યારબાદ પણ કોવિડ પ્રોટોકોલની માર્ગદર્શિકાનું ચૂસ્તપાલન થાય તે જોવા અનુરોધ;

નિવાસી અધિક કલેક્ટરશ્રી એચ.કે.વ્યાસના અધ્યક્ષપદે યોજાયેલી બેઠક:

રાજપીપલા:  વૈશ્વિક કોરોના મહામારીની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને કોરોનાના સંક્રમણને અટકાવવાં જિલ્લા વહિવટીતંત્ર દ્વારા રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ થઇ રહેલી કામગીરી અને પ્રયાસોમાં રાજપીપલાના વિવિધ વેપારી મંડળો અને રાજપીપલા નગરપાલિકાના ચૂંટાયેલા તમામ કાઉન્સીલરશ્રીઓની ગઇકાલે સાંજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે નિવાસી અધિક કલેક્ટરશ્રી એચ.કે. વ્યાસના અધ્યક્ષપદે તાકીદની બેઠક યોજીને જિલ્લા વહિવટીતંત્રને જરૂરી સહયોગ મળી રહે તે માટે કરાયેલી અપીલના પ્રતિસાદ રૂપે તેમના તરફથી પૂરતા સહયોગની ખાત્રી અપાઇ હતી.

રાજપીપલા શહેરના વિવિધ વેપારી મંડળ, અનાજ કરીયાણા, કાપડ એસોશિએશન, વેજીટેબલ એન્ડ ફ્રુટસ એસોશિએશન વગેરેના અગ્રણીશ્રીઓ રમણસિંહ રાઠોડ, શ્રી સાધુભાઇ પંચોલી, શ્રી જયેશભાઇ ગાંધી, શ્રી નયનભાઇ કાપડીયા, શ્રી તુલસીભાઇ, શ્રી મહેન્દ્રભાઇ પટેલ, શ્રી પ્રેમશરણ પટેલ વગેરે સહિતના અગ્રણીઓ ઉપરાંત રાજપીપલા નગરપલિકાના પ્રમુખશ્રી કુલદિપસિંહ ગોહિલ, ઉપપ્રમુખશ્રી હેમંતભાઇ માછી સહિતના મ્યુનિસિપલ કાઉન્સીલરશ્રીઓ, નાયબ જિલ્લા પોલિસ અધિક્ષકશ્રી રાજેશ પરમાર, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી અને ઇન્ચાર્જ પ્રાંત અધિકારીશ્રી એન.યુ.પઠાણ, નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી પરાક્રમસિંહ મકવાણા, જિલ્લા આરોગ્યતંત્રના એપિડેમિક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ વગેરેની ઉપસ્થિતિમાં ગઇકાલે સાંજે યોજાયેલી ઉક્ત બે અલાયદી તબક્કાવાર બેઠકોમાં કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં વિવિધ વેપારી મંડળ અને નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓના સહયોગ માટે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી અને રચનાત્મક સૂચનો પણ મેળવાયાં હતાં.

બેઠકને સંબોધતા નિવાસી અધિક કલેક્ટરશ્રી એચ.કે.વ્યાસે તમામ વેપારીઓ તેમજ મ્યુનિસિપલ કાઉન્સીલરશ્રીઓને કોવિડ સંબંધી પ્રોટોકોલ અને સરકારશ્રીના આ બાબતના નિયમો અને માર્ગદર્શિકાનું ચૂસ્ત પાલન થાય અને તમામ માસ્ક પહેરે તે સુનિશ્વિત કરવા, સેનેટાઇઝેશનનો પણ પૂરતો ઉપયોગ થાય, સોશિયલ ડિસ્ટન્સીંગની પણ ખાસ જાળવણી થાય તે વાત ઉપર શ્રી વ્યાસે ખાસ ભાર મૂકી આ તમામ બાબતો માટે પૂરતી તકેદારી સાથે તેનું ચૂસ્ત પાલન થાય તે જોવા પણ તેમણે ભારપૂર્વકનો અનુરોધ કર્યો હતો. શ્રી વ્યાસે હાલમાં કોવિડ વેક્સીનેશનની થઇ રહેલી પ્રક્રિયા અંગે પણ મહત્તમ લોકજાગૃત્તિ કેળવાય અને પોતાનો જ્યારે પણ રસી માટેનો ક્રમ આવે ત્યારે વેક્સીનના બંને ડોઝ સમયાંતરે અવશ્ય લેવામાં આવે અને વેક્સીન લીધા બાદ પણ તમામ પ્રોટોકોલ અને માર્ગદર્શિકાના પાલન સાથે માસ્ક પહેરવાં, સોશિયલ ડિસ્ટન્સ જાળવવાં અને સેનીટાઇઝેશન કરવાં, વારંવાર હાથ ધોવા વેગેરે જેવી બાબતોનું પણ જરૂરી પાલન થાય તે માટેની પણ સમજ અપાઇ હતી. વેક્સીન લીધા બાદ તાત્કાલિક એન્ટીબોડી ડેવલપ થતી નથી. રસી લીધા પછીના ચોક્કસ સમય બાદ જ એન્ટીબોડી ડેવલપ થતી હોય છે તે બાબત પણ ખાસ ધ્યાને મૂકવામાં આવી હતી. દંડથી બચવા માટે જાહેરમાં થૂંકવુ-માસ્ક નહિં પહેરવું વગેરે જેવી બાબતોથી પણ ખાસ દૂર રહેવા વિનંતી કરવામાં આવી છે.

Exit mobile version