Site icon Gramin Today

માંગરોળ તાલુકાનાં ચરેઠા ગામે શેરડીનાં ખેતર માંથી અજાણ્યા પુરૂષની મળેલી લાશ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,માંગરોળ કરૂણેશ ચૌધરી

માંગરોળ તાલુકાનાં ચરેઠા ગામે અબ્દુલ હજીજ ઇશાકજી ભુલાના શેરડીના ખેતરમાં એક આશરે ૫૨ વર્ષીય અજાણ્યા પુરૂષની લાશ પડેલી હતી. આ અંગે ખેતરનાં માલિક અબ્દુલ હજીજ ઇશાકજી ભુલા એ માંગરોળ પોલીસ મથકે જાણ કરતાં પોલીસ કાફલો ઘટનાં સ્થળે પોહચી ગયો હતો અને લાશનો કબજો લઈ લાશને માંગરોળ, રેફરેલ હોસ્પિટલ ખાતે લાવી પીએમ કરાવવામાં આવ્યું હતું. મરનારનું અર્ધું શરીર સળગી ગયેલું હતું અને માથામાં જીવાત પડેલી હતી. જેથી લાશ કોની છે એ ઓળખી શકાય એમ ન હતું. માંગરોળ પોલીસ મથકનાં તૃષિતભાઈ મનસુખ ભાઇ એ આ કામગીરી પૂર્ણ કરાવી લાશની અંતિમ વિધિ મેરા ખાતે આવેલા સ્મશાનગૃહ ખાતે પોલીસે કરી છે. હાલ માં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ તૃષિતભાઈ મનસુખભાઇ ચલાવી રહ્યા છે.

Exit mobile version