Site icon Gramin Today

દેડીયાપાડા ખાતે “વિશાખાબા ફાઉન્ડેશન” દ્વારા મહિલાઓ સ્વનિર્ભર કરવા સેવા યજ્ઞ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

નર્મદા જિલ્લામાં કાર્યરત સેવાકીય સંસ્થા વિશાખાબા ફાઉન્ડેશન અંકલેશ્વર તેમજ ITI રાજપીપલા નાં સહયોગ થી ૨ મહિનાના સીવણ,એમ્બ્રોઇડરી, બ્યુટીપાર્લર નાં કોર્ષની વિના મૂલ્યે તાલીમ આપી, દેડીયાપાડા નાં વિવિધ ગ્રામ્ય વિસ્તારોની જરૂરિયાત મંદ ૬૨ જેટલી મહિલાઓને તાલીમ આપીને સ્વનિર્ભર બનાવવાનો સેવાયજ્ઞ પૂર્ણ કર્યો છે.

વિશાખાબા ફાઉન્ડેશન અંતર્ગત દેડીયાપાડા ની ૬૨ જેટલી જરૂરિયાત મંદ અને આર્થિક રીતે પછાત મહિલાઓને સીવણ,એમ્બ્રોઇડરી, બ્યુટીપાર્લર જેવી ગૃહ ઉપયોગી તેમજ મહિલાઓ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે એ રીતે તાલીમ આપવામાં આવી હતી. ફાઉન્ડેશનના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ચૌહાણ તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન કિંજલબા ચૌહાણ દ્વારા અનેક વર્ષોથી આ પ્રવૃત્તિ ચલાવવામાં આવી રહી છે. તેઓ દ્વારા ૬૨ જેટલી મહિલાઓને આ તાલીમ આપ્યા બાદ તાલીમ પૂર્ણ થયે તેઓને પ્રાથમિક તબક્કે વ્યવસાય શરૂ કરી શકે એ માટેની કીટ પણ આપવામાં આવી હતી.

આ પ્રસંગે એ.પી.એમ.સી ચેરમેન.જાતરભાઈ, વાઇસ ચેરમેન.દેવજીભાઈ, સેક્રેટરી.શકુંતલાબેન, ડે.સરપંચ.પંકજભાઈ, વિશાલભાઈ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version