Site icon Gramin Today

દેડીયાપાડાનાં ધારાસભ્યનાં પ્રશ્નનોની સરકાર દ્વારા કરાઇ અવગણના: પરિણામ ન આવતા ધરણાની ચીમકી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા  સર્જનકુમાર 

દેડીયાપાડાનાં ધારાસભ્યનાં પ્રશ્નનોની સરકાર દ્વારા કરાઇ અવગણના: પરિણામ ન આવતા કલેકટર કચેરીએ ધરણા પર બેસવાની આપી ચીમકી:

નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના પોતાના મતવિસ્તારની વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા ડેડીયાપાડા ના ધારાસભ્ય મહેશ વસાવાએ જિલ્લા કલેકટરને પત્ર લખી કચેરી સામે અનિશ્ચિત મુદત સુધીના ધરણા પર બેસવાની ચીમકી આપી છે.

તેમણે આ પત્રમાં જણાવ્યું છે કે આપણો દેશ લોકશાહી દેશ છે. લોકશાહી ઢબે લોકો દ્વારા ચુંટાયેલા લોક-પ્રતિનીધીઓ દ્વારા સંવૈધાનિક અધિકારોના રૂએ સરકારની ગાઈડલાઈનને ધ્યાને રાખી લોકોની રજુઆતો પ્રશાસન અને સરકાર સુધી પહોચાડવામાં આવે છે. જેનો પ્રશાસન અને સરકારી અધિકારીઓ દ્વારા અવગણના કરવામાં આવે છે. ત્યારે લોકોની રજુઆતોનો વાચા અને ન્યાય અપાવવા માટે અમારે ધારાસભ્ય તરીકે ધરણા પર બેસવું પડે એ એક ગંભીર બાબત છે. મારા મત વિસ્તાર અને જિલ્લાના અનેક લોકોની સામાજીક, શૈક્ષણિક, આરોગ્ય, સિંચાઈ અને કૃષીને લગતી અનેક રજુઆતોને જીલ્લાના વડા તરીકે આપને અને સરકાર સુધી પહોચાડી છે. પરંતુ આજ સુધી અમારી રજુઆતોને આપની કક્ષાએથી તથા સરકાર તરફથી યોગ્ય સંતોષકારક જવાબ કે નિરાકરણ લાવેલ નથી જેથી જયા સુધી લોકોના પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી અનિશ્ચિત ધરણા પર બેસવાનો નિર્ણય કરેલ છે. આ દરમ્યાન મને કંઈ પણ થશે તેની સંપૂર્ણ જવાબદારી સરકાર અને પ્રશાસનની રહેશે.

ધારાસભ્ય મહેશ વસાવાએ
૧. નર્મદા જિલ્લાને તોકતે વાવાઝોડાથી થયેલા નુકશાનીનુ તાત્કાલીક ધોરણે સહાય ચુકવવા બાબતે તથા
૨. ધારાસભ્યની ગ્રાન્ટ ૨૦૨૧-૨૨ માંથી સાગબારા તાલુકાને અદ્યતન સુવિધાઓથી સજ એબ્યુલન્સ પુરી પાડવાની માંગણી,
૩. ધારાસભ્યની ગ્રાન્ટ ૨૦૨૧-રરમાંથી દેડીયાપાડા સામુહિક આરોગ્ય કેન્દ્રને સબ વાહિની પૂરી પાડવા બાબતે
૪.ધારાસભ્યની ગ્રાન્ટ ૨૦૧૧-રર માંથી દેડીયાપાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પી.એસ.એ ઓકિસજન પ્લાન્ટની સુવિધા પૂરી પાડવા બાબતે લેખિત રજૂઆતો કરી છે. છતાં તેનું કોઈ પરિણામ ન આવતા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ આપી છે.

Exit mobile version