Site icon Gramin Today

દેડિયાપાડા સામૂહિક આરોગ્ય કેન્દ્રને ઓક્સિજન અને શબવાહીની માટેની ગ્રાન્ટ મંજુર:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

ધારાસભ્ય મહેશ વસાવાની ગ્રાન્ટમાંથી દેડિયાપાડા સામૂહિક આરોગ્ય કેન્દ્રને ઓક્સિજન અને શબવાહીની માટેની ગ્રાન્ટ મંજુર:

દેડિયાપાડાના ધારાસભ્ય મહેશભાઈ વસાવાની ગ્રાન્ટ માંથી દેડિયાપાડા સામૂહિક આરોગ્ય કેન્દ્રને વિવિધ સુવિધાઓ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.

ધારાસભ્ય મહેશ વસાવાની ગ્રાન્ટ 2021/22 માંથી નોવેલ કોરોના વાયરસ કોવિડ 19 ના સંકમણને અટકાવવા અને તેની સારવાર હેતુ માટે ધારાસભ્ય મહેશભાઈ વસાવાની ગ્રાન્ટનો ઉપયોગ કરવા નાયબ સચિવ એમ.એલ.પી.સા.વ.વિ. ગાંધીનગર ના ઠરાવ તા. 17/5/2021 મુજબ ધારાસભ્ય મહેશ વસાવાની ગ્રાન્ટ 2021/22 માંથી દેડિયાપાડા સામૂહિક આરોગ્ય કેન્દ્રને સબ વાહિની અને ઓક્સિજન ની સુવિધા પૂરી પાડવા માટે ગ્રાન્ટ મંજુર કરી ફાળવણી કરવામાં આવી છે. જેમાં સાગબારા માં આવેલી પ્રકૃતિ હોસ્પિટલ માટે 20 લાખ રૂપિયાની એમ્બ્યુલન્સ ફાળવવામાં આવેલાં છે. અને દેડિયાપાડાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓક્સિજન પ્લાન્ટ માટે દેડિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાની ગ્રાન્ટ માંથી રૂપિયા 25 લાખની ફાળવણી કરવામાં આવી છે.

 

Exit mobile version