Site icon Gramin Today

દેડિયાપાડા એ.પી.એમ.સી.ના ગોડાઉનમાં ભિષણ આગ લાગતા લાખો નુ નુકશાન:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

નર્મદા જીલ્લા ના દેડિયાપાડા ખાતે એ. પી.એમ સી. ના ગોડાઉન મા ભિષણ આગ લાગતા ગોડાઉન મા મુકેલ ખોળ સહિત જંતુનાશક દવાઓ નો જથ્થો બળીને ભસ્મીભૂત થતા લાખો રુપિયા ના નુકશાન નુ અનુમાન લગાવાઇ રહયું છે. શોર્ટ સર્કિટ થી લાગેલ આગ ઉપર કલાકો ની ભારે જહેમત બાદ કાબુ મેળવાયો હતો.

મળતી માહિતી અનુસાર દેડિયાપાડા ખાતે ની એ.પી.એમ.સી. ના ગોડાઉનમા સવારે લગભગ દશેક વાગ્યા ના સુમારે શોર્ટ સર્કિટ થી આગ લાગી હતી જે જોત જોતામાં ભયંકર સ્વરુપ મા ફેરવાતા આગના અગનગોળા અને ધુમાડા નીકળતા લોકો મા ભારે નાસભાગ મચી હતી. શોર્ટ સર્કિટ થી લાગેલ આગ મા ગોડાઉન મા ભરેલા ખોળ સહિત જંતુનાશક દવાઓ નો લાખો રુપિયા નો જથ્થો આગને હવાલે થયાનુ જાણવા મળ્યું છે.

આગ લાગતા જે.સી.બી. મશીન થી ગોડાઉન ની દિવાલ ને તોડી પંચાયત ના બંબા દ્વારા પાણી નો છંટકાવ કરી કલાકો ની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો.સમગ્ર વિસ્તારમાં આશમાન મા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. આગ ઉપર કાબુ મેળવાયો ત્યાર બાદ રાજપીપળા થી ફાયર બ્રિગેડ નો બંમબો આગ ઓલવવા દેડિયાપાડા ખાતે પહોંચ્યો હતો. ત્યા સુધી તો ગોડાઉન નો સામાન આગને હવાલે થયો હતો!!

દેડિયાપાડા વિસ્તારમાં ફાયર બ્રિગેડનો બંબો કયારે મુકાસે ??,

નર્મદા જીલ્લા ના જંગલ વિસ્તારમાં આવેલ દેડિયાપાડા સહિત સાગબારા અને સેલંબા વિસ્તારમાં વારંવાર આગ લાગવાની ધટનાઓ બનતી હોય છે, આ વિસ્તારમાં આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડના બંબા ની કોઈ જ વયવસથા ન હોય ને આગળ થી ભારે તબાહી મચે છે, લોકો ના ધર બળી જતા લોકો ધરબાર વિહોણા થાય છે, વારંવાર આ વિસ્તારમાં ફાયર બ્રિગેડ ના બંબા ની માંગ પણ લોકો દ્વારા કરવામાં આવી છે છતાં પણ વર્ષો થી માંગ ને ટલ્લે ચઢાવી દેવામાં આવે છે આવુ કેમ ??

નર્મદા જીલ્લા ને કેન્દ્ર સરકારે એસપીરેશનલ ડિસ્ટ્રીકટ જાહેર કરેલ છે તો શુ લોકો ના જાન માલનું રક્ષણ કરવુ તેની કોઈ જોગવાઈ એસપીરેશનલ પ્રોજેકટ હેઠળ કરવામાં આવી છે કે નહીં ? આ મામલે નર્મદા જીલ્લા કલેક્ટર તાત્કાલીક ધોરણે દેડિયાપાડા ખાતે આગ બુઝાવવા માટે ના બંબા ની વયવસથા ગોઠવે એ આજના સમયની તાંતી જરુરિયાત છે.

 

Exit mobile version