Site icon Gramin Today

તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનુ ત્રિવાર્ષિક અધિવેશન લસકાણા પ્રાથમિક શાળામા યોજાયું:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત નલિન ચૌધરી

કામરેજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનુ ત્રિવાર્ષિક અધિવેશન લસકાણા પ્રાથમિક શાળામા યોજાયું.

કામરેજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા લસકાણા પ્રાથમિક શાળા તાલુકો કામરેજ ખાતે ત્રિવાર્ષિક અધિવેશન યોજવામાં આવ્યુ. કોરોનાની સરકારશ્રીની ગાઇડ લાઇનને અનુસરતા મર્યાદિત સંખ્યામાં સોશ્યિલ ડિસ્ટન્સીન્ગ ના સંપૂર્ણ પાલન સાથે અધિવેશન યોજાયું હતું.
આ અધિવેશનમાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના લોકલાડીલા પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ મહામંત્રી શ્રી અરવિંદભાઈ તેમજ સલાહકાર સમિતિ કન્વીનર શ્રી અનિલભાઈ ની પ્રેરક ઉપસ્થિતિ હતી કામરેજ તાલુકા સંગઠનના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ મહામંત્રી શ્રી સીરાજભાઈ મુલતાની અને તેમની સમગ્ર ટીમ ઉપરાંત કામરેજ તાલુકા શિક્ષક સહકારી મંડળીના હોદ્દેદારો તેમજ બીઆરસી કામરેજ સહિત કેન્દ્ર શિક્ષકોએ મર્યાદિત સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અધિવેશન ની શરૂઆત દિપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ અધિવેશનના પ્રમુખ તરીકે શ્રી કિરીટભાઈ પટેલ ના નામ ની રજૂઆત કરવામાં આવી હતી જેને ટેકો મળતાં સર્વ સંમતિથી તેમની અધિવેશનના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી.
આ અધિવેશનની કામગીરીની શરૂઆત શ્રદ્ધાંજલિ દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ શિક્ષકોના તેજસ્વી સંતાનો કે જેઓએ સારા ગુણ સાથે પરીક્ષા પાસ કરી હતી તેમને પ્રોત્સાહક ઇનામો આપી સન્માનવામાં આવ્યા હતા સભાની કાર્યવાહી આગળ ધપાવતાં તાલુકા સંગઠન મહામંત્રી શ્રી સિરાજભાઈ મુલતાનીએ ગત સાધારણ સભાની કાર્યવાહી વાંચનમાં લીધી હતી.જેને સર્વ સંમતિથી બહાલી આપવામાં આવી હતી. ત્યારબાદ 1 /4 /2017 થી 31/ 3 /2020 સુધીના હિસાબો રજૂ કરવામાં આવ્યા જે સર્વ સંમતિથી મંજુર થયા. કામરેજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તેમના કાર્યકાળ એપ્રિલ 2017 થી માર્ચ 2020 સુધીમાં થયેલ કામગીરીનો ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો સળંગ નોકરી, 4200 ગ્રેડ પે, CCC (સી. સી. સી.) જેવા મહત્વના પ્રશ્નો ના સુખદ નિરાકરણ બદલ રાજ્ય અને જિલ્લા સંઘના અભિનંદન આપતો ઠરાવ કરવામાં આવ્યો હતો ત્યારબાદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની એફ.ડી.ના એકંદરીકરણ ની રજૂઆત કરવામાં આવી તેને બહાલી આપવામાં આવી હતી ઉપરાંત સંઘનો જુનો ડેડસ્ટોક કમી કરવા પણ સર્વ સંમતિથી મંજૂરી આપવામાં આવી હતી.
તાલુકા સંગઠનના પ્રમુખ શ્રી અશ્વિનભાઇ પટેલે પોતાના ઉદબોધનમાં શિક્ષકોના ના પ્રશ્નોના નિરાકરણની સાથે સાથે ઝડપી કામગીરી અને ત્વરિત નિર્ણય જેવી કામરેજ સંગઠનની કાર્યશૈલી નો પરિચય આપ્યો હતો તેમણે પોતાની ટીમના તમામ સભ્યોને અવિરત સહકાર અને સમયની પરવા કર્યા વગર નિરંતર કામગીરી ને બિરદાવી હતી

ચૂંટણી અધિકારી શ્રી કાંતિભાઇ પટેલે અને 2020 થી 2023 ના વર્ષ માટેના કામરેજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોની જાહેરાત કરી હતી. જેમાં પ્રમુખ તરીકે શ્રી અશ્વિનભાઈ પટેલ મહામંત્રી તરીકે શ્રી સિરાજ ભાઈ મુલતાની કાર્યવાહક પ્રમુખના હોદ્દા પર શ્રી મહેશભાઈ હિરપરા કાર્યવાહક પ્રમુખ તરીકે શ્રી સાગરભાઇ ચૌહાણ નાણામંત્રી તરીકે શ્રી કાશીરામભાઈ ચૌધરી ઉપપ્રમુખ તરીકે શ્રી કાનજીભાઈ વેકરીયા તથા મહિલા ઉપપ્રમુખ તરીકે શ્રી પ્રજ્ઞા બેન પટેલ ના નામો બિનહરીફ વિજેતા તરીકે જાહેર કર્યા હતા જેના ઉત્સાહભેર વધાવી લેવામાં આવ્યા હતા ઉપરાંત કારોબારી સભ્યોની પણ બિનહરીફ વરણી કરવામાં આવી હતી.સુરત જિલ્લા સંઘના બિનહરીફ નિયુક્તિ પામેલ પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ સહિત હાજર હોદ્દેદારોનું ફુલ હાર વડે સન્માન કરવામાં આવ્યું હતું કામરેજ તાલુકામાંથી રાજ્ય સંઘમાં મહિલા ઉપપ્રમુખ તરીકે પસંદગી પામેલ શ્રી રીના રોઝલીન ક્રિશ્ચિયન, સુરત જિલ્લા સંગઠન ઉપપ્રમુખ તરીકે સ્થાન પામેલ શ્રી દિનેશચંદ્ર સોલંકી, જિલ્લા સંગઠનના સલાહકાર તરીકે નવનિયુક્ત વરણી થયેલે શ્રી યાસીનભાઈ મુલતાની તેમજ શ્રી કાન્તીભાઈ પટેલ નું સન્માન કરવામાં આવ્યું હતું આ સાથે જ કામરેજ તાલુકા સંગઠનમાં સ્થાન પામેલ તમામ નવનિયુક્ત સભ્યોને પુષ્પગુચ્છ અને ફુલહારથી સન્માનવામાં આવ્યા હતા.

સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી શ્રી અરવિંદભાઈ તથા સલાહકાર સમિતિ કન્વીનર શ્રી અનિલભાઈ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું જેમાં કામરેજ તાલુકા સંગઠનની કામગીરીને બિરદાવી હતી ત્યાર બાદ જિલ્લા સંઘના પ્રમુખ અને સભા પ્રમુખ શ્રી કિરીટભાઇ પટેલે પ્રેરક ઉદબોધન આપ્યું હતું સંગઠનના સકારાત્મક અભિગમ અને દુરદર્શીતાનો તેમણે પરિચય કરાવ્યો હતો સાથે જ કામરેજ તાલુકા સંગઠનની સમગ્ર ઉત્સાહી ટીમને તેમણે બિરદાવી હતી પોતાની કામગીરી થકી કામરેજ સંગઠને એક આગવી ઓળખ ઉભી કરી હોવાનું જણાવ્યું હતું ઉપરાંત બિનહરીફ વરણી થયેલ તમામ હોદ્દેદારો અને અભિનંદન પાઠવ્યા હતા.
કાર્યક્રમના અંતે કામરેજ સંઘના સિનિયર કાર્યવાહક પ્રમુખ શ્રી મહેશભાઈ હિરપરા આભારવિધિ કરી હતી કાર્યક્રમનું સંચાલન યાસીનભાઈ મુલતાની દ્વારા કરવામાં આવ્યું હતું.

Exit mobile version