Site icon Gramin Today

તાપી જિલ્લાની ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીમાં ૮૩.૨૭ ટકા મતદાન નોંધાયું: 

શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

તાપી જિલ્લાની ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીમાં ૮૩.૨૭ ટકા મતદાન નોંધાયું: 
સૌથી વધુ ઉચ્છલ તાલુકામાં ૮૭.૩૬ ટકા અને સૌથી ઓછુ
વાલોડ તાલુકામાં ૭૭.૧૫ ટકા મતદાન નોંધાયું:

જિલ્લામાં કૂલ-૨,૦૫,૭૦૯ પુરુષોની સામે ૨,૧૦,૦૬૩ મહિલાઓ મતદાન કર્યું:
મતદાનમાં પુરુષોની સરખામણીમાં મહિલાઓ આગળ,

વ્યારા: તાપી જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય/ વિભાજન/ મધ્યમસત્ર/ પેટા પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોમાં ૧૭૧-વ્યારા અને ૧૭૨-નિઝર સમાવિષ્ટ ગ્રામ પંચાયતોમાં જિલ્લામાં ચૂંટણી હેઠળની ગ્રામ પંચાયતમાં ૨૬૩ સામાન્ય, ૩ પેટા આમ કુલ-૨૬૬ ગ્રામ પંચાયતો માટે તા.૧૯-૧૨-૨૧ના રોજ જિલ્લામાં ૬૫૨ સામાન્ય અને ૭ પેટા આમ કુલ-૬૫૯ મતદાન મથકો ઉપર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેના ઉપર જિલ્લામાં કૂલ- ૨,૦૫,૭૦૯ પુરુષો અને ૨,૧૦,૦૬૩ મહિલાઓ મળી સાંજે 6 વાગ્યા સુધી કૂલ-૪૧૫૭૭૨ લોકોએ મત મોહર મારી હતી. જે અનુસાર જિલ્લામાં કુલ-૮૩.૨૭ ટકા મતદાન અને પેટા ચૂંટણીમાં કૂલ-૮૩.૨૪ ટકા મતદાન નોંધાયું છે.

વિગતવાર જોઇએ તો, વ્યારા તાલુકામાં કૂલ- ૯૭૮૩૧ મતદારો નોંધાયેલ છે જેમાંથી કૂલ-૩૯૬૭૧ પુરુષો અને કૂલ-૪૦૮૬૩-મહિલાઓ મળી કૂલ-૮૦૫૩૪ લોકોએ મતદાન કર્યું છે.
ડોલવણ તાલુકામાં કૂલ- ૬૯૨૦૨ મતદારો નોંધાયેલ છે જેમાંથી કૂલ-૨૮૯૮૯ પુરુષો અને કૂલ-૨૯૨૬૮ મહિલાઓ મળી કૂલ-૫૮૨૫૭ લોકોએ મતદાન કર્યું.

વાલોડ તાલુકામાં કૂલ- ૫૮૪૮૨ મતદારો નોંધાયેલ છે જેમાંથી કૂલ-૨૨૨૭૬ પુરુષો અને કૂલ-૨૨૮૪૩ મહિલાઓ મળી કૂલ-૪૫૧૧૯ લોકોએ મતદાન કર્યું.
સોનગઢ તાલુકામાં કૂલ ૧૨૮૧૭૮ મતદારો નોંધાયેલ છે જેમાંથી કૂલ-૫૪૦૯૪ પુરુષો અને કૂલ-૫૪૭૪૧ મહિલાઓ મળી કૂલ-૧૦૮૮૩૫ લોકોએ મતદાન કર્યું.

ઉચ્છ્લ તાલુકામાં કૂલ-૬૪૭૭૧ મતદારો નોંધાયેલ છે જેમાંથી કૂલ-૨૭૬૨૩ પુરુષો અને કૂલ-૨૮૭૫૩ મહિલાઓ મળી કૂલ-૫૬૩૭૬ લોકોએ અને નિઝર તાલુકામાં કૂલ-૫૦૮૦૨ મતદારો નોંધાયેલ છે જેમાંથી કૂલ-૨૦૭૩૫ પુરુષો અને કૂલ-૨૧૦૮૩ મહિલાઓ મળી કૂલ-૪૧૮૧૮ લોકોએ મતદાન કર્યું.

જ્યારે કુકરમુંડા તાલુકામાં કૂલ-૩૦૨૬૨ મતદારો નોંધાયેલ છે જેમાંથી કૂલ-૧૨૩૨૧ પુરુષો અને કૂલ-૧૨૫૧૨ મહિલાઓ મળી કૂલ-૧૨૫૧૨ લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

જિલ્લાની પેટા ચૂંટણીમાં સોનગઢ તાલુકામાં ૩૯૬૯ મતદારો નોંધાયેલ છે જેમાંથી કૂલ-૧૬૮૩ પુરુષો અને ૧૬૧૪ મહિલાઓએ જયારે ઉચ્છલ તાલુકામાં ૨૩૮ મતદારો નોંધાયેલ છે જેમાંથી કૂલ-૯૯ પુરુષો અને ૧૦૫ મહિલાઓ મળી કૂલ-૨૦૪ લોકોએ મતદાન કર્યું છે.

આમ જિલ્લામાં કૂલ- ૨૪૪૪૧૮ પુરુષો અને ૨૫૫૧૧૦ મહિલાઓ મળી કૂલ-૪૯૯૫૨૮ મતદારો છે જેની સામે કૂલ- ૨૦૫૭૦૯ પુરુષો અને ૨૧૦૦૬૩ મહિલાઓ મળી સાંજે ૬ વાગ્યા સુધી કૂલ-૪૧૫૭૭૨ લોકોએ મત આપ્યો હતો.

જયારે પેટા ચૂંટણીમાં ૨૦૬૯ પુરુષો અને ૨૧૩૭ મળી કૂલ-4206 મતદારો છે જેની સામે ૧૭૮૨ પુરુષો અને ૧૭૧૯ મહિલાઓ મળી કૂલ- ૩૫૦૧ લોકોએ પોતાના કિમતી મતાધિકારનો ઉપયોગ કર્યો છે.

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મળેલ વિગત અનુસાર ટ્કાવારી મુજબ જોઇએ તો, ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીમાં વ્યારા તાલુકામાં ૮૨.૩૨ ટકા, ડોલવણમાં ૮૪.૧૮ ટકા, સોનગઢ- ૮૪.૯૧ ટકા, નિઝર૮૨.૩૨ ટકા, અને કુકરમુંડામાં ૮૨.૦૬ ટ્કા જયારે સૌથી વધુ ઉચ્છલ-૮૭.૩૬ ટકા અને સૌથી ઓછુ વાલોડ-૭૭.૧૫ ટકા મતદાન નોંધાયું છે. આમ જિલ્લામાં કૂલ- ૮૩.૨૭ ટકા મતદાન નોંધાયું છે.
જયારે પેટા ચૂંટણીમાં સોનગઢ તાલુકામાં ૮૩.૦૯ ટ્કા જ્યારે ઉચ્છ્લ તાલુકામાં ૮૫.૭૧ ટકા મતદાન મુજબ કૂલ-૮૩.૨૪ ટકા મતદાન નોંધાયું છે.

Exit mobile version