શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
તપોવન સંસ્કાર કેન્દ્ર ભરૂચ ખાતે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વાર્ષિકોત્સવ કાર્યક્રમ યોજાયો;
વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત કળાઓ, શક્તિઓને ખીલવવાનાં પ્રયાસરૂપે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વાર્ષિકોત્સવ નું ખાસ આયોજન;
તપોવન સંસ્કાર કેન્દ્ર ભરૂચ સંચાલિત સત્યમ કોલેજ ઓફ એજ્યુકેશન દીપ જ્યોતિ કોલેજ ઓફ કોમર્સ શ્રી બી.એચ.પંડ્યા સ્કૂલ, શ્રી વિદ્યા ગુરૂકુલમ શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા- ડૉ.BAOU અભ્યાસ કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત કળાઓ, શક્તિઓને ખીલવવાનાં પ્રયાસરૂપે
વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વાર્ષિકોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું.
દેશની મહિલાઓ ઉત્તમ સમાજના નિર્માણ માટે કટિબધ્ધ બને, મહિલાઓનું ગૌરવ અને સન્માન વધે તે હેતુસર પ્રતિવર્ષ તા. ૮ મી માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવે છે, જે અન્વયે તપોવન સંસ્કાર કેન્દ્ર ભરૂચ દ્વારા યોજાયેલા વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં પૂર્વ ઈ.કુલપતિશ્રી વીર નર્મદ દ. ગુ.યુનિ.સુરત નાં ડૉ.હેમાલી દેસાઈનાં અધ્યક્ષપદે આજે ભરૂચ નાં તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્રારા ખૂલ્લો મુકાયો હતો. અને કોલેજનાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરવામાં આવ્યા હતા.
મહેમાનોનાં પ્રસંગોચિત ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, આજે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થઇ રહી છે. ભારત દેશમાં મહિલાઓએ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મુખ્યમંત્રી સુધી પહોંચીને આગવી ઓળખ અને નામના મેળવીને દેશનુ નામ રોશન કર્યું છે. ભરૂચ જિલ્લામાં પણ અનેક મહિલાઓએ સામાજિક, શૈક્ષણિકની સાથોસાથ રમતગમતક્ષેત્રે પણ આગળ વધીને જિલ્લાની એક અલગ ઓળખ ઉભી કરી છે. જે મહિલાઓ ઉચ્ચ હોદ્દાઓ પર રહીને કામગીરી કરી રહી છે, ત્યારે આ મહિલાઓએ પણ અન્ય મહિલાઓની જેમ આગળ વધે તે દિશાના પ્રયાસો હાથ ધરવાની હિમાયત કરી હતી.
પુરાણોમાં પણ ગાર્ગી અને ગૌતમી જેવી મહિલાઓનું અમૂલ્ય યોગદાન રહેલું છે. ભારત દેશની સુનીતા વિલીયમ, કલ્પના ચાવલા જેવી મહીલાઓએ પણ અવકાશક્ષેત્રમા પોતાનું આગવું યોગદાન આપ્યું હતું. તાજેતરમાં જ યુક્રેનમાં ફસાયેલા ૨૦૦ થી પણ વધુ વિદ્યાર્થીઓને બહાર કાઢવા એર ઇન્ડિયાની બહાદુર પાયલોટ દિશા ગડાએ નારી શકિતને ઉજાગર કરવાની સાથે જ ગુજરાત સહિત સમગ્ર ભારતનું નામ રોશન કરવા ઉપરાંત સ્ત્રીસશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ છે.
આ કાર્યક્રમમાં પૂર્વ ઈ.કુલપતિશ્રી વીર નર્મદ દ.ગુ.યુનિ.સુરત ડૉ.હેમાલી દેસાઈ, ડીનશ્રી શિક્ષણ વિદ્યાશાખા વીર નર્મદ દ.ગુ.યુનિ.સુરત ડૉ.પત્રલેખા બારડ, ભરૂચના મામલતદાર શ્રીમતી રોશનીબેન પટેલ, ડૉ.અસ્કા સુક્લા સહીત કોલેજ નો સ્ટાફ તેમજ વિદ્યાર્થી મિત્રો, વાલીઓ વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.