Site icon Gramin Today

ડો.શ્યામા પ્રસાદ ટાઉન હોલ ખાતે સાંસદ પ્રભુભાઇ વસાવાના અધ્યક્ષ સ્થાને “Millets Festival” યોજાયો: 

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

વ્યારા સ્થિત ડો.શ્યામા પ્રસાદ ટાઉન હોલ ખાતે સાંસદ પ્રભુભાઇ વસાવાના અધ્યક્ષ સ્થાને “Millets Festival” યોજાયો: 

માણસ પાસે જીવવા માટે કેટલું પણ ધન હશે પરંતુ માટે પેટની ભુખ સંતોષવા માટે અનાજના દાણાની જરૂર પડે છે.- સાંસદશ્રી પ્રભુભાઇ વસાવા,

તાપી:  ભારત સરકારશ્રી દ્વારા વર્ષ- ૨૦૨૩ ને International Year of Millets તરીકે ઉજવવાનું નકકી કરવામાં આવેલ છે. મીલેટસ પાકોના સ્વાસ્થ્ય વર્ધક મહત્તવ બાબતે લોક જાગૃતતા આવે અને વધુમાં વધુ ઉત્પાદન અને વપરાશ થાય તેમજ ખેડૂતોની આવકમાં વધારો થાય તે આશયથી તાપી જિલ્લા કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, તાપી દ્વારા “Millets Festival”સાંસદશ્રી ૨૩, બારડોલી મતવિસ્તાર શ્રી પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને વ્યારા સ્થિત ડો.શ્યામા પ્રસાદ ટાઉન હોલ ખાતે યોજાયો હતો.

મિલેટ ફેસ્ટીવલમાં સૌને સંબોધતા સાંસદશ્રી વસાવાએ જણાવ્યું હતું કે, માણસ પાસે જીવવા માટે કેટલું પણ ધન હશે પરંતુ જીવવા માટે, પેટનો ખાડો પુરાવા માટે અનાજના દાણાની જરૂર પડે છે. અને આ અનાજ ઉત્પાદન કરવા આપણા સન્માનિતો ખેડૂતો રાતદિવસ ખેતીમાં પસીનો પાડીને દેશને જીવડાવાનું કામ કરે છે દેશને તારવાનું કામ કરે છે તે બદલ સૌ મહેનતી ખેડૂતોને અભિનંદન પાઠવ્યા હતા.

 આજે આપણે મિલેટ યર તરીકે ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે આપણા આદરણીય વડાપ્રધાનશ્રી એ ખેડૂતોને જે સન્માન આપ્યું, જે ચિંતા કરી છે એટલા માટે જ આજે ભારત દેશના દરેક જિલ્લા, દરેક ગામડાઓ સુધી ભારત સરકાર દરેક યોજનાઓ રાજ્ય સરકારના સહયોગથી જરૂરિયાત મંદ ખેડૂત સુધી પહોચાડવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

વધુમા તમામ ખેડુતોને ઝેરમુકત ખેતી કરવા અનુરોધ કરતા ઉમેર્યું હતુ કે, આપણા સ્વાસ્થય માટે આપણા ભાવી પેઢી માટે અને સમાજને તંદુરસ્ત બનાવવા માટે “ આહાર બદલો, તંદુરસ્ત રહો” ના સુત્રને “potaanaa જીવનમાં અપનાવવા અનુરોધો કર્યો હતો. 

જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજભાઈ વસાવાએ જણાવ્યુ હતુ કે, આવનારા દિવસોમાં જે વિસ્તારોમા અનાજનું વાવેતર થાય છે તેમા ખેડુતોને યોગ્ય ઉત્પાદન મળે ,યોગ્ય ભાવ મળે તે માટે તાપી જિલ્લા પ્રસાશન અને ગુજરાત સરકાર તમામ પ્રકારે કટિબદધ્ધ છે. ખેડુતોના ઉથ્થાન માટે ખેડુતોના વિકાસ માટેના તમામ પ્રયત્નો સરકાર કરી રહી છે એમ ઉમેર્યું હતું.

મુખ્ય જુવાર સંશોધન કેન્દ્ર, સુરત, વૈજ્ઞાનિકશ્રી,ડો.બી.કે.દાવડાએ જુવાર પાકની ખેતી પધ્ધતિ અને તેની અગત્યતા વિશે વિગતે ચર્ચા કરી હતી. વૈજ્ઞાનિક,કૃષિ વિજ્ઞાન કેન્દ્ર શ્રી કુલદીપ રાણાએ, પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપતા ઝેર મુક્ત ખેતી ત્યજી પ્રાકૃતિક ખેતી તરફ વળવા આહવાન કર્યુ હતુ. જયારે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના આસિસ્ટન્ટ મેનેજરશ્રી પિનલ પટેલે પ્રધાનમંત્રી ખાદ્ય સંસ્કરણ ઉન્નતિ યોજના (PMFME) અંગે માહિતી આપી હતી.

International Year of Millets ઉજવણીના ભાગરુપે તાપી જિલ્લા સહિત અન્ય જિલ્લાઓ દ્વારા મીલેટ દાન્યને લગતા સ્ટોલ પ્રદર્શન તથા ખેતી વિષયક પેમ્પ્લેટ્સ વિતરણ કરવામાં આવ્યા હતા. 

 આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી સી.સી.ગરાસીયા દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યુ હતું આભાર દર્શન ડો.સી.ડી.પંડ્યાએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઇ ગામીતે કર્યું હતુ. 

આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખશ્રીમતી સેજલબેન રાણા,ખેં, ઉ, સિ. સમિતિ, જિ.પ. તાપીના અધ્યક્ષશ્રી કુસુમબેન વસાવા,વ્યારા પ્રાંત અધીકારી આર.સી.પટેલ, આત્મા પ્રોજેકટના અધિકારીશ્રી અલ્કેશ પટેલ, બાંધકામ સમિતીના ચેરમેનશ્રી નિતિનભાઇ ગામિત,ખેતીવાડી વિભાગ અને કે.વી.કેના અધીકારીશ્રીઓ–કર્મચારી,તથા ખેડૂત ભાઇઓ બહેનો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા. 

Exit mobile version