શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
દેવમોગરા ખાતે ડેડીયાપાડા સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દ્વારા એન.એસ.એસ ની વાર્ષિક સભા યોજાઈ;
નર્મદા: સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ડેડિયાપાડા કોલેજ ના ડો.અનિલાબેન પટેલ ની અધ્યક્ષતા માં એન.એસ.એસ.ની વાર્ષિક શિબિર તેમજ ઉદ્ઘાટન કાર્યક્રમ સાગબારાનાં દેવમોગરા ખાતે યોજાયો હતો. જેમાં ઉદઘાટક તરીકે ગોડદા ગૃપ ગ્રામપંચાયત ના ઉપસરપંચ શ્રી ઉદેસીગભાઇ વસાવા, મુખ્ય મેહમાન તરીકે સરકારી વિનયન કોલેજ સાગબારા ના પ્રિન્સિપાલ ડૉ.ચેતનભાઇ ચૌધરી, મોગરાઇમાઇ આશ્રમશાળાના પ્રિન્સિપાલ રણજીતભાઈ વસાવા તેમજ સાગબારા કોલેજના એન. એસ.એસ.પ્રોગ્રામ ઓફિસર તથા સ્થાનિક આગેવાન ધનસુખભાઈ વસાવા એન.એસ.એસ.ના સ્વયંંસેવક ઓ અને સ્થાનિક ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત એન. એસ. એસ. ના તથા વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત રજુ કરવામાં આવ્યું હતું. સાથે ડૉ.ચેતનભાઇ ચૌધરી, એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર જીગીશાબેન , સ્થાનિક આગેવાન ધનસુખભાઇ વસાવા એ પ્રસંગને અનુરૂપ ઉદબોધન કર્યું હતું.
કાર્યક્રમના અંતે રાષ્ટ્રગાન કરી સમુહ ભોજન કરીને ઉદ્દઘાટન કાર્યક્રમ ને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.
રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા