Site icon Gramin Today

ડેડીયાપાડા માં પતંગના દોરા થી ઘાયલ થયેલા કબૂતર ને જીવદયા પ્રેમીએ સારવાર આપી જીવતદાન આપ્યું:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

નર્મદા જિલ્લામાં પતંગ રસિયાઓ ઉત્તરાયણ નો પર્વ એક મહિના પહેલા થી શરૂ કરી દેતા હોય છે, ત્યારે જિલ્લાના ડેડીયાપાડા ખાતે  આકાશ માં ઉડતું એક કબૂતર પતંગના દોરા માં ભેરવાતા પાંખો માં ઇજા થતાં ફડફડાતું જમીન પર પડતા જીવદયા પ્રેમીએ તેની સારવાર કરી હતી.

આ વર્ષે ઉત્તરાયણ ના પર્વ માં કોરોના ના કારણે ખાસ ઉત્સાહ જોવા મળ્યો નથી છતાં અમુક યુવાનો પતંગો ઉડાડતા જોવા મળ્યા હતા, જેમાં ક્યારેક આકાશ માં ઉડતા નિર્દોષ પક્ષીઓ ઇજાગ્રસ્ત થાય છે અથવા ક્યારેક મોત ને પણ ભેટ છે, ત્યારે ડેડીયાપાડા ખાતે ઊડતી પતંગ ના દોરા માં એક કબૂતર અટવાઈ જતા ઇજાગ્રસ્ત થઈ નીચે પડ્યું હતું, આ બાબતની જાણ કોઈકે ત્યાંના જીવદયા પ્રેમી ભાવિનભાઈ વસાવા ને કરતા તેઓ તાબડતોબ સ્થળ પર પહોંચી કબૂતર ને યોગ્ય સારવાર આપી આકાશમાં ઉડતું કરી જીવતદાન આપ્યું હતું.

Exit mobile version