Site icon Gramin Today

ડેડીયાપાડા પ્રાથમિક શિક્ષકોની ક્રેડિટ સોસાયટીમાં સહકાર પેનલનો વિજય :

શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ,  સર્જનકુમાર

ડેડીયાપાડા પ્રાથમિક શિક્ષકોની ક્રેડિટ સોસાયટીમાં સહકાર પેનલ નો દબદબો!!!

ડેડીયાપાડા પ્રાથમિક શિક્ષકોની ક્રેડિટ સોસાયટીની પ્રથમ વખત લોકશાહી ઢબે પંદર જૂથ કારોબારી સભ્યોની ચૂંટણી પાંચ વર્ષ માટે યોજાઇ હતી. જેમાં તા.૨૭,ઓગસ્ટ, ૨૦૨૨ નાં રોજ શિક્ષકોએ કારોબારી સભ્યોના વિજેતા સાથે સહકાર પેનલ નો ભવ્ય વિજય થયો હતો. સહકાર પેનલ માં રજવાડી ચાર્લેશભાઈ ની આગેવાનીમાં ચૂંટણીમાં વિજેતા બનવા બદલ જિલ્લા સંઘના મંત્રી ફતેસિંહભાઈ તથા તાલુકા સંઘ દેડીયાપાડા નાં મંત્રી સુરેશભાઈ વસાવા એ તમામ વિજેતા મિત્રોને અભિનંદન પાઠવ્યા હતા.

રજવાડી ચાર્લેશભાઈ ની આગેવાનીમાં આગામી સમયમાં મંડળીના સુચારૂ સંચાલન માટેનું આયોજન છે.

Exit mobile version