Site icon Gramin Today

ડેડીયાપાડા ના ચાર રસ્તા યાહામોગી ચોક થી ભેંસોની હેરાફેરી કરતા ઇસમ સહિત ૧ ટ્રક ઝડપી પાડતા ડેડીયાપાડા ના જીવદયા પ્રેમી કાર્યકરો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

પ્રાપ્ત માહિતી મુજબ ડેડીયાપાડા ચાર રસ્તા ખાતે ડેડીયાપાડા જીવ દયા પ્રેમી કાર્યકર તેમજ ફરિયાદી પવાર કપિલ કુમાર વિજય ભાઈ ઉં.૨૪ ધંધો, વેપાર રહે. દેડીયાપાડા ચાર રસ્તા જલારામ મેડીકલની બાજુમા જેવો ડેડીયાપાડા ચાર રસ્તા ખાતે ૦૪/૧૧/૨૦ ના રાત્રે ૧૦.૦૦ વાગ્યે હાજર હતા, નેત્રંગ તરફ થી ટ્રક આવતી હોય જેને પાછળ ના ભાગે પાટિયા લગાડેલ હતા ફરિયાદી ને શંકા જતા ટ્રક ઊભી રાખી આરોપી – (૧) ઝાકીરભાઈ ઈસ્માઈલભાઈ દુધાળા (૨) તૌસીફભાઈ યાકુબભાઈ ભાથજી બન્ને રહે.વલણ પૂછપરછ કરતાં ટ્રક નંબર GJ-16-AV- 6189 મા ગે.કા. રીતે વગર પાસ પરમીટે ઘાસ -ચારો તથા પાણીની સગવડ વગર મુંગા પશુઓ ભેંસ નંગ ૧૨ પોતાની ગાડીમા ખીચોખીચ ભરી હતી. તત્કાળ પોલીસ ને ફોન કરતાં ડેડીયાપાડા પોલીસ યુદ્ધના ધોરણે સ્થળ પર હાજર થઈ ટ્રક અને ડ્રાઇવર ને ઝડપી ડેડીયાપાડા પી.એસ.આઇ .દેસાઈ સાહેબ દ્વાર કાયદેસર કાર્યવાહી કરવા માં આવી.

Exit mobile version