Site icon Gramin Today

ડેડીયાપાડાનાં ધારાસભ્ય મહેશભાઈ વસાવા એ કેવડીયાના અસરગ્રસ્ત ગામોના આગેવાનો સાથે કરી મુલાકાત:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

દેડિયાપાડા ના ધારાસભ્ય શ્રી મહેશભાઈ વસાવા એ કેવડીયાના અસરગ્રસ્ત ગામોના આગેવાનો સાથે બેઠક યોજી સ્થાનિક પ્રશ્નોને લઈને ખાસ ચર્ચા કરી હતી. હાલમાં જિલ્લા કલેકટર શ્રી ડી.એ. શાહ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી ૬ ગામો ને પ્રવાસન નિયમન સત્તા મંડળ હેઠળ આવરી લેતા હાલ કુલ ૧૯ જેટલા ગામોનાં વિસ્તારનો સમાવેશ થાય છે, જેના કારણે આવનારા સમયમાં બીજા ઘણા ગામોનો સમાવેશ SOU માં કરવામાં આવશે તો અહી વર્ષો થી વસવાટ કરતા આદિવાસી સમાજ ને વિસ્થાપિત થવાનો વારો આવશે જેના વિરોધમાં દેશના આદિવાસીઓ કેવડીયાના લોકોની પડખે આવું જોઈએ જે માટે આવનાર ટૂંક સમયમાં મિટિંગ નું આયોજન કરવામા આવે.

આ વિસ્તાર અનુસૂચિ ૫ હેઠળ આવે છે. પેસા એકટ લાગુ હોય અહીંની રૂઢિગત ગ્રામસભા સર્વોપરી હોવા છતાં કલેકટર શ્રી ડી. એ. શાહે ગ્રામસભા ની મંજુરી લિધા વિના તથા સ્થાનિક લોકો સાથે ચર્ચા વિચારણા કરી વિશ્વાસમા લિધા વગર SOU માં બીજા ૬ ગામોનો સમાવેશ કર્યો એ ગેરબંધારણીય હોય તે તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે એવી રજૂઆત કરવામાં આવશે.

અગાઉ પણ પોતે કાયદાનાં જાણકાર હોવા છતાં ગેરકાયદેસર હસ્તાક્ષર કરી આપવાની કાર્યવાહી કરનાર તમામ કર્મચારીઓ તથા અધિકારીઓ એ કરેલ ગેરકાયદેસરના કૃત્ય બદલ તેઓ સર્વે વિરૂદ્ધ બંધારણીય તથા સુપ્રિમ કોર્ટના આદેશોના અપમાન બદલ દેશદ્રોહનો ગુનો તથા ભારતીય ફોજદારી ધારાની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સુપ્રિમ કોર્ટ સુધી જવા માટેની તૈયારી કરવાની ચર્ચા કરવામાં આવી હતી.

આ પ્રસંગે BTTS ના ગુજરાત અધ્યક્ષ ચૈતરભાઈ વસાવા તેમજ કેવડીયા વિસ્તારના ગામોના આગેવાનો હાજર રહ્યા હતા.

Exit mobile version