Site icon Gramin Today

ડાંગ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા રસ્તાઓની મરામતની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

ડાંગ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા રસ્તાઓની મરામતની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ:

વાહનચાલકો અને રાહદારીઓને સુગમ તેમજ સલામત વાહનવ્યવહાર મળે તે માટે વિભાગની સક્રિય કામગીરી:

દિનકર બંગાળ, આહવા: ચોમાસાની ઋતુમાં વરસાદે વિરામ લેતાની સાથે જ ડાંગ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા નાગરિકોની સુવિધા અર્થે વિવિધ માર્ગો પર સઘન મરામત તેમજ પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી છે. વાહનચાલકો, પ્રવાસીઓ અને રાહદારીઓને સુગમ, ખાડામુક્ત અને સલામત માર્ગો ઉપલબ્ધ થાય તે હેતુથી વિભાગના ઇજનેરો અને તકનીકી ટીમ દ્વારા ફિલ્ડ પર ઉતરીને પૂરજોશમાં કામગીરી કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા વર્ષ દરમિયાન હાથ ધરાતી નિયમિત મરામત અને ગુણવત્તાયુક્ત પ્રી-મોન્સૂન કામગીરીને કારણે ચાલુ ચોમાસા દરમિયાન વિભાગ હસ્તકના માર્ગોને ખૂબ જ નહિવત નુકસાન પહોંચ્યું છે. સામાન્ય ધોવાણ કે છૂટાછવાયા ખાડા પડ્યા હોય તેવા તમામ સ્થળોને તાત્કાલિક ચિહ્નિત કરી મટીરીયલ પાથરી સપાટ કરવાની કામગીરી પૂર્ણતાના આરે છે.

વિભાગ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે અંતરિયાળ તેમજ મુખ્ય માર્ગો પર વાહનવ્યવહાર કોઈપણ અવરોધ વગર સતત ધબકતો રહે. બાકી રહેતી મરામતની કામગીરી પણ નિર્ધારિત સમયમર્યાદામાં ઉચ્ચ ગુણવત્તાના માપદંડો સાથે પૂર્ણ કરવા વિભાગ કટિબદ્ધ છે.

Exit mobile version