Site icon Gramin Today

ડાંગની જનતાને આહવાના નવનિયુક્ત સરપંચનો પ્રજાજોગ સંદેશ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા 

ડાંગની તમામ જનતાને આહવા ગ્રામ પંચાયતના નવ નિયુક્ત સરપંચ હરિરામ આર. સાવંતનો કારોના મહામારી વચ્ચે સાવધાનીના ભાગરૂપે અને સાવચેતીનાં પગલાં રૂપ સૂચનો આપવામાં આવ્યાં હતાં.

આહવા નગરના તમામ મિત્રો,વડીલો સામાજિક બુદ્ધિજીવી વર્ગના લોકો અને આગેવાનો તથાં દરેક ભાઈ/બહેનોને જન હિતમાં અને ગામનાં વિકાસની વાત આપની સાથે વહેચવા માંગું છું, સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીનો પ્રકોપ ચાલી રહ્યો છે આ વચ્ચે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈન્સ મુજબ સરકાર થકી કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે, પાછલાં દીવસોમાં ડાંગ જીલ્લા  અને આહવામાં  કોરોના પોઝીટીવ નવાં કેશો ખુબજ ઝડપે વધી રહ્યા છે,જેમાં દર્દીની હિસ્ટ્રી જોતા માલુમ પડ્યું છે કે ૯૦% કેશ એ બહાર જીલ્લાથી આવતા જતાં પ્રવાસીઓ તેમજ ગામમાં પ્રવેશતા ટ્રાવેલિંગવાળા લોકોને કોરોના જણાયા છે, તો આપને આ સંદેશ દ્વારા આપ સૌ જનતાને વિનંતી કે આપની આસ પાસમાં કોઈ વ્યક્તિ આવ્યું હોય તો તેને પ્રેમ પૂર્વક પૂછો કે ક્યાં થઇ આવ્યાં છો? અને તમારું મેડીકલ ચેકઅપ કરવું કે નહિ? ગામનાં સારા અને જાગરુક  નાગરિક તરીકે અને માનવતાની ભાષામાં લડાય ઝઘડો ન કરતાં  પ્રેમ થી પૂછવું એ સહુ ની ફરજ છે, અગર કોઈ વ્યક્તિને શરદી,ખાંસી, તાવ જણાય છે તો તાત્કાલિક આહવા આરોગ્ય કેન્દ્રમાં epedemic કન્ટ્રોલ રૂમ માં ૦૨૬૩૧ ૨૨૦૩૪૫ પર  કોલ કરવો, જેથી ચેકઅપ માટેની ટીમ ત્યાં તરત આવી જશે સારવાર અર્થે જરૂરિયાત મુજબ પગલાં લેશે અને જરૂર જણાયે હોસ્પીટલમાં ખસેડવા વ્યવસ્થા કરશેઃ  તમારા ગામની આશા વર્કર બેન નો અથવા ૧૦૮ નો તાત્કાલિક સંપર્ક કરો,

સરકારે બહાર પાડેલી ગાઈડલાઈન્સ,દિશા નિર્દેશનું ચુસ્તપણે પાલન કરીએ અને બીજાને પાલન કરાવીએ જરૂરત હોય તો જ ઘર  થી  બહાર નીકળવું, અન્યથા ઘરમાંજ રહીએ, નાનાં બાળકો અને વધુ ઉમર વાળા વડીલોનું ધ્યાન રાખીએ, વારંવાર હાથ સ્વચ્છ રાખવા ધોઈએ, એક બીજા થી દુર રહીને ચાલીએ, માસ્ક વગર બહુ જરૂરી છે, હંમેશા પહેરી રાખીએ, નાની-નાની બાબતો આપણને બહુ સ્વસ્થ અને સલામત રાખશે; તે ભહુ ઉપયોગી છે.

Exit mobile version