Site icon Gramin Today

ઝાડેશ્વર ચોકડી વિસ્તારમાંથી નશાયુકત પદાર્થ (મેફેડ્રોન નામનુ પ્રતિબંધીત ડ્રગ્સ) ૪૩ ગ્રામ ૪૦ મીલી ગ્રામના કિ.રૂ. ૪,૩૪,૦૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી.

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ભરૂચ સુનિતા રજવાડી

પોલીસ મહાનિરીક્ષક શ્રી હરીકૃષ્ણ પટેલ, વડોદરા વિભાગ વડોદરાનાઓ તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓએ ભરૂચ જીલ્લા વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નશાયુકત પદાર્થનુ વેચાણ અટકાવવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ વિરૂધ્ધના કેસો શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આધારે તથા પો.ઇન્સ.શ્રી પી.એન.પટેલ નાઓના માર્ગદર્શન આધારે પો.સ.ઇ. એમ.આર.શકોરીયા તથા પો.સ.ઇ એન.જે.ટાપરીયા એસ.ઓ.જી. ટીમના પોલીસ માણસો સાથે એસ.ઓ.જી. ચાર્ટર મુજબની કામગીરી અનુસંધાને પેટ્રોલીંગ દરમ્યાન સાથેના પો.સ.ઇ એન.જે.ટાપરીયા તથા પો.કો મો.ગુફરાન મો.આરીફ નાઓને મળેલ સંયુકત બાતમી આધારે પોલીસ ઇન્સપેકટરશ્રી ડી.પી.ઉનડકટ ભરૂચ શહેર ”સી” ડીવી.પો.સ્ટે. તથા એસ.ઓ.જી. ટીમ સાથે વોચમાં હતા તે દરમ્યાન ઝાડેશ્વર ચોકડી ઉપરથી બાતમી મુજબનો એક ઇસમ આવતા તેને કોર્ડન કરી પકડી લઇ તેની પાસેથી ગેરકાયદેસર મેફેડ્રોન ડ્રગ્સ ૪૩ ગ્રામ ૪૦ મીલી ગ્રામ કિંમત રૂપીયા ૪,૩૪,૦૦૦/- ના જથ્થા સાથે તથા મોબાઇલ ફોન એક કિ.રૂ. ૩૦૦૦/- મળી કુલ રૂ. ૪,૩૭,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડાઇ જતા એન.ડી.પી.એસ.એકટ કલમ ૮(સી),૨૨(બી),૨૯ મુજબ ભરૂચ શહેર ”સી” ડીવી.પો.સ્ટે.માં ગુનો રજીસ્ટર થતાં આગળની તપાસ પોલીસ ઇન્સપેકટર શ્રી પી.એન.પટેલ એસ.ઓ.જી. ભરૂચનાઓ ચલાવી રહેલ છે.

આરોપીનુ નામ:-
ઇકરામ યુસુફભાઇ પટેલ (વેરા પટેલ) રહે. યુનીટ નં.૨૯, રૂમ નં.૩૦૩, ફ્લેટ નં.૩, બિલ્ડીંગ નં.૭, આરે રોડ, રૉયલ પામ, મયુર નગર પાસે, આરે મીલ્ક કોલૉની, ગોરેગાંવ ઇસ્ટ, મુંબઇ (મહારાષ્ટ્ર)

Exit mobile version