Site icon Gramin Today

ઝાડેશ્વરનાં નર્મદા પાર્કમાં કન્ટેનરની બનાવેલી ઓફિસમાં જુગાર રમતા સાત જુગારીઓને પકડી પાડતી ભરૂચ LCB પોલીસ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનિતા રજવાડી

પોલીસ મહાનિરીક્ષક શ્રી હરિકૃષ્ણ પટેલ વડોદરા વિભાગ વડોદરા તથા રાજેન્દ્રસિંહ ચુડાસમા પોલીસ અધિક્ષકશ્રી ભરૂચ નાઓએ જીલ્લામાં પ્રોહી જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા પ્રોહી-જુગાર અંગે અસરકારક કામગીરી કરવા આપેલ સુચના આધારે જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એન.ઝાલા એલ.સી.બી. ભરૂચના ઓના માર્ગદર્શન મુજબ ભરૂચ એલ.સી.બી.ની ટીમ ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમ્યાન મળેલ બાતમી આધારે ઝાડેશ્વર નજીક આવેલી નર્મદા પાર્કમાં લોખંડના કન્ટેનરમાં બનાવેલ ઓફીસમાંથી પત્તાપાનાથી રૂપિયા વડે હારજીતનો જુગાર રમતા કુલ સાત ઇસમોને રોકડા રૂપીયા ૫૩,૩૮૦/- તથા જુગાર રમવાના સાધનો તેમજ વાહન નંગ-૦ર સહીત કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા ૨,૪૮,૮૮૦/- ના સાથે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી ભરૂચ શહેર “સી” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે.

(ગુનામાં પકડાયેલ આરોપી)

(૧) કીશનભાઇ વલ્લભભાઇ પટેલ રહેવાસી, મકાન નં ૪૪ જય વિશાલ સોસાયટી મઢુલી સર્કલ                    (૨) ફીરોજભાઇ અમીરભાઇ શેખ રહેવાસી મારવાડી ટેકરો ધોળીકુઈ બજાર ભરૂચ                                         (3) નીરંજનનાથ શંભુનાથ ખન્ના રહેવાસી ૪૬૪/ઇ રેલ્વે કોલોની સરદાર નગર સામે નવા યાર્ડ છાણી,           (૪) ઇશાકભાઇ મુસાભાઇ પટેલ રહેવાસી ગામ જોલવા મજીદ ફળીયુ તા.વાગરા જીભરૂચ
(૫) મકબુલ ઉર્ફે જુબેર ગુલામ મહમંદ શેખ રહેવાસી- ન્યુ કસક નવીનગરી રોકડીયા હનુમાન                          (૬) કમલેશકુમાર શાંતીલાલ પટવા રહેવાસી છાણી જૈન મંદીર વાણીયાવાડ વડોદરા                                    (૭) યુનુસખાન અહેમદખાન પઠાણ રહેવાસી કતોપોર બજાર ભરૂચ

(સફળ કામગીરી કરનાર અધિકારી/કર્મચારીના નામ)

પો.સ.ઈ. વાય જી.ગઢવી એલ.સી.બી.ભરૂચ તથા પો.સ.ઇ. બી.ડી વાઘેલા પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ તથા અ.હે.કો.અજયભાઈ સોમાભાઇ તથા અ.હે.કો સંજયદાન પરબતસંગ તથા અ.હે.કો અશોકભાઇ બળદેવભાઇ તથા પો.કો. ફીરોજભાઇ ફલજીભાઇ એલ.સી.બી. ભરૂચ નાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.

Exit mobile version