Site icon Gramin Today

ઝઘડિયાનાં ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ ખેડૂત આંદોલનને સમર્થન આપ્યું:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ભરૂચ સુનિતા રજવાડી

ઝઘડિયા: ઝઘડિયાનાં ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ દિલ્હી અને અન્ય વિસ્તારોમાં ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન આપ્યું હતું, તે સાથે કેન્દ્ર સરકાર સામે તીખા આક્ષેપો કર્યા હતાં.

હાલમાં દેશની રાજધાની એવી દિલ્હીની સરહદો ખાતે અને આજુબાજુના વિસ્તારમાં ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. ખેડૂતો કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. તેમજ કૃષિ કાયદો રદ કરવા અંગે માંગ કરી રહ્યા છે. ત્યારે ઠેર ઠે થી ખેડૂતોનાં આંદોલનને ટેકો મળી રહ્યો છે. આવા સમયે ઝઘડિયાનાં ધારાસભ્યએ ખેડૂતોના આંદોલનને સમર્થન આપેલ છે.

તેમજ કેન્દ્ર સરકાર સામે આક્ષેપો કર્યા હતાં સાથે જ ખેડૂત આંદોલનનાં સમર્થનમાં કાર્યકરો મોકલવા તૈયારી બતાવી હતી. તેમજ ગુજરાતમાં પણ જલદ આંદોલન કરાશે એમ જણાવ્યું હતું.

Exit mobile version