Site icon Gramin Today

જિલ્લા કલેકટર આયુષ ઓકની અધ્યક્ષતામાં ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક યોજાઈ:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

જિલ્લા કલેકટર આયુષ ઓકની અધ્યક્ષતામાં ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક યોજાઈ:

ઓકટોબર અને નવેમ્બર મહિના દરમિયાન ૧ બાળશ્રમિક ૧૧ તરુણશ્રમિકોનું પુન:વસન કરાયું:

સુરત:મંગળવાર: જિલ્લા કલેકટર આયુષ ઓકની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડમાં ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાંગત ઓકટોબર અને નવેમ્બર માસ દરમિયાન બાળમજૂરી નાબૂદી અભિયાન હેઠળ કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. બાળમજુરી નાબુદી માટે વધુમાં વધુ જાગૃતિ આવે તેવા આશયથી બાળકાયદાઓને લગતા પોસ્ટરો, બેનરોને ટેક્ષટાઈલ માર્કેટ્સ, જરી ઉદ્યોગોના વિસ્તારો, ખાણીપીણીની લારીઓ તેમજ અન્ય જાહેર જગ્યાઓ પર લગાવવામાં આવે તે અંગે કલેક્ટરશ્રીએ જરૂરી સુચનો કર્યા હતા.

બેઠકમાં કલેકટરશ્રીએ બાળમજૂરીમાંથી રેસ્કયુ કરવામાં આવેલા બાળશ્રમિકોનું પુન:વસન થાય તેમજ બાળમજુરી અંગે વધુમાં વધુ જાગૃતિ કેળવાય તે માટે સૌને સાથે મળી કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો. બાળશ્રમિકોનું ભવિષ્ય અંધકારમય ન બને એ માટે બાળમજૂરી કરાવતા લોકો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવો મત વ્યક્ત કર્યો હતો.

બેઠકમાં ઇ.મદદનીશ શ્રમ આયુક્ત સ્મિત શાહે વિગતો આપતા જણાવ્યું કે, ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં ટાસ્કફોર્સ દ્વારા હોટલ, ચાની લારી, રેસ્ટોરન્ટમાં કુલ ૫ રેડ કરવામાં આવી હતી, જેમાં ૧ બાળશ્રમિક અને ૧૧ તરૂણ શ્રમિકોને માલૂમ પડ્યા હતા. જેનું પુનર્વસનની કામગીરી કરવામાં આવી હતી. જેમાં ૧ બાળશ્રમિક મૂળ રાજસ્થાનનું છે. ૧ માલિક સામે એફઆઇઆર કરવામાં આવી છે, અને ૭ કોર્ટ કેસ કર્યા હોવાની વિગતો ઈ.શ્રમ આયુકત અધિકારીએ આપી હતી.

Exit mobile version