શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જનકુમાર વસાવા
જિલ્લામા આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૪૬૪, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૨૮૧ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૩૫ દરદીઓ સહિત પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા ૭૮૦ થઈ:
રાજપીપલાની કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૧૩ દરદીઓને અને કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૧૦ દરદીઓને આજે રજા અપાઈ:
રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ ૩૪ દરદીઓ, કોવીડ કેર સેન્ટર ખાતે ૩ દરદીઓ અને વડોદરા ખાતે ૩ દરદીઓ તેમજ હોમ આઇસોલેશનમા ૮ દરદીઓ સહિત કુલ-૪૮ દરદીઓ સારવાર હેઠળ:
જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૫૨,૩૪૧ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ : ૧૧૯ જેટલા જરૂરીયાતવાળા દરદીઓને અપાયેલી સારવાર:
રાજપીપલા :- COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા. ૧૧ મી સપ્ટેમ્બર, ૨૦૨૦ ના રોજ સાંજે ૬:૦૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આજે કોરોના વાયરસના જિલ્લામાં RTPCR ટેસ્ટમાં વધુ ૦૫(પાંચ), એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૦૪ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૦૧ સહિત સહિત કુલ-૧૦ પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ, જિલ્લામાં આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૪૬૪, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૨૮૧ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૩૫ દરદીઓ સહિત જિલ્લામા પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા ૭૮૦ નોંધાવા પામી છે.
રાજપીપલાની કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૧૩ દરદીઓને અને કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૧૦ દરદીઓને આજે રજા અપાતા, જિલ્લામાં આજદિન સુધી કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૩૮૩ દરદીઓ અને કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૩૪૯ દરદીઓ સહિત કુલ-૭૩૨ દરદીઓને રજા આપવામાં આવી છે. આમ, વડોદરા ખાતે ૩ દરદીઓ અને હોમ આઇસોલેશનમા ૮ દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૩૪ દરદીઓ અને કોવીડ કેર સેન્ટર ખાતે ૩ દરદીઓ સહિત કુલ-૪૮ દરદીઓ સારવાર હેઠળ છે.
આજે RTPCR ટેસ્ટમાં ૧૭, ટ્રુ નેટ (True nat) ટેસ્ટના ૬ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટના ૩૬૮ સહિત કુલ-૩૯૧ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.
પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા. ૧૧ મી સપ્ટેમ્બર, ૨૦૨૦ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૫૨,૩૪૧ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના ૪૯ દરદીઓ, તાવના ૨૮ દરદીઓ, ઝાડાના ૪૨ દરદીઓ સહિત કુલ-૧૧૯ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૯,૪૭,૭૪૮ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૯,૪૫,૧૦૬ લોકોને વિતરણ કરાઇ છે.