Site icon Gramin Today

જિલ્લાની એ.આર.ટી.ઓ. દ્વારા હાલમાં ચાલતી સીરિઝ GJ22M (ટુ-વ્હીલર ) અને GJ22H (ફોર-વ્હીલર) માટે પસંદગીના નંબરો મેળવવા માટે E-Auction ( ઓનલાઇન હરાજી) શરૂ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

પસંદગીનો નંબર મેળવવા ઇચ્છતા હોય તેઓએ તેમના વાહનોનું રજીસ્ટ્રેશન કરાવીને પસંદગીના નંબર માટે ઓનલાઇન CNA ફોર્મ ભરવાનું રહેશે:

રાજપીપલા, રવિવાર :- એ. આર. ટી. ઓ. કચેરી નર્મદાના કાર્યક્ષેત્રમાં આવતા તમામ મોટર વાહન માલિકોને જણાવવામાં આવે છે કે, જિલ્લાની એ.આર.ટી.ઓ. દ્વારા હાલમાં ચાલતી સીરિઝ GJ22M (ટુ-વ્હીલર ) અને GJ22H (ફોર-વ્હીલર) માટે પસંદગીના નંબરો મેળવવા માટે E-Auction ( ઓનલાઇન હરાજી) શરૂ કરવામાં આવનાર છે, જે અરજદારશ્રીઓ પોતાની પસંદગીનો નંબર મેળવવા ઇચ્છતા હોય તેઓએ તેમના વાહનોનું રજીસ્ટ્રેશન કરાવીને પસંદગીના નંબર માટે ઓનલાઇન CNA ફોર્મ ભરવાનું રહેશે, CNA ફોર્મ ભરવા માટેની વેબસાઇટ Parivahan.gov.in છે, જેમાં Online Series મા Fancy Number Booking ઓપ્શન પસંદ કરવાનું રહેશે, CNA ફોર્મ ભર્યા બાદ તા.૧૫/૦૯/૨૦૨૦ થી ૧૬/૦૯/૨૦૨૦ સુધી ઓનલાઇન નંબર માટે રજીસ્ટ્રેશન (બુકીંગ) કરવાનું રહેશે તથા તા.૧૭/૦૯/૨૦૨૦ થી તા.૧૮/૦૯/૨૦૨૦ સુધી ઓનલાઇન બીડીંગ (હરાજી) ની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ Success bidders ને નંબર ફાળવવામાં આવશે તેમ, જિલ્લા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી નર્મદા-રાજપીપલા તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Exit mobile version