Site icon Gramin Today

જમલાપાડા ગામ નજીક પીકઅપ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ રિપોર્ટર: દિનકરભાઇ વઘઈ

વઘઈના જમલાપાડા ગામ નજીક પીકઅપ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત:

વઘઈ: ડાંગના વઘઈ તાલુકાના જામલાપાડા ગામમાં વઘઈ સાપુતારા રોડ પર અજાણ્યા પીકઅપ ચાલકે કારને ટક્કર મારી દેતા સુરતની એક મહિલાને ઈજા પહોંચતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરના દિલીપ મનહર કાકડીયા સુરતથી તેમની પત્ની ચંદ્રિકા સાથે કાર નંબર GJ-05-RQ-2300 લઈને સાપુતારા ફરવા જઈ રહ્યા હતા. તે વેળાએ વઘઈના જમલાપાડા ગામથી આગળ જતાં વળાંક પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે સાપુતારા તરફથી પિકઅપ ગાડીના ચાલક જેનો રજીસ્ટ્રેશન નં. GJ-19-X-5407 પૂર ઝડપે અને રોંગ સાઈડમાં હંકારી લેવાતા કારની આગળ ચાલતી એક ફોર વ્હીલ ગાડીને ટક્કર મારી દીધી હતી. કારને રોંગ સાઈડ ડાબી બાજુ ટક્કર મારતા પત્ની ચંદ્રિકાને માથાના ભાગે ઈજા પહોંચી હતી. પિકઅપ ચાલક ત્યાંથી ભાગી ગયો હતો.

જે બાદ ચંદ્રિકા બેનને સારવાર માટે વઘઈ સરકારી દવાખાને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. આ ઘટના બાબતે વઘઈ પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવાં તપાસ હાથ ધરી છે.

Exit mobile version