Site icon Gramin Today

ચોંઢા ગામમાં આદર્શ કન્યા છાત્રાલયનું ભૂમિપૂજન સમારોહનું આયોજન:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત 

વાંસદા તાલુકાના પકૃતિના ખોળે વસેલું ચોંઢા ગામની પ્રગતિ ની ચર્ચા વધતી જાય છે. આજ રોજ નવ ચેતન માનવ વિકાસ મંદિર સંચાલિત ડૉ.મણીભાઈ દેસાઈ નવચેતન માધ્યમિક શાળા ચોંઢા ગામે આદર્શ કન્યા છાત્રાલયનું ભૂમિ પૂજન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. લાર્સન એન્ડ ટુબ્રો પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ LTPCT મુબઈ ના સૌજન્ય થી રાખવામાં આવેલ હતું. ચોંઢા ગામ વાંસદા તાલુકા નુ આદર્શ ગામ તરીકે ઓળખાય છે. ચોંઢા ગામમાં એલ.એન્ડ. ટી. ના સહયોગ થી ગામની પ્રગતિ શિક્ષણ રીતે પ્રસિધ્ધ થતી જોવા મળી છે, તેવા સંજોગોમાં ઘણાં લોકોએ  ભૂમિપૂજન માં ભાગ લીધો હતો. સૌ પ્રથમ છાત્રાલય નું નવું નિર્માણ નુ વિધિવત પૂજન કરી મહાનુભાવો એ માર્ગ દર્શન અપાયું હતું. આ પ્રસંગે નવસારી જિલ્લાના વિકાસ અધિકારી શ્રીમતી પ્રશસ્તિ પરીખ હાજર રહી જણાવ્યું હતું કે આ એરિયા માટે સારું ગામ સાબિત થશે,  કન્યાઓનાં સર્વાંગી  વિકાસ માટે ખુબ ખૂબ અભિનંદન પાઠવ્યું હતું, અને શાળામાં અભ્યાસ કરતાં કન્યા ઓને ગાઈડ લાઈન આપી હતી.

વાંસદા તાલુકા ના લાછકડી ગામમાં બાયફ સંસ્થા ની રચના આદિવાસી સમાજ ના લોકોની ચિંતા કરનાર સૌ પહેલાં સ્વ.ડૉ. મણીભાઈ દેસાઈ કરી હતી. અને બાળકોને મેઈન શિક્ષણ સારુ અપાઈ એના થી વિશેષ કંઈ જ નથી. તેવી પવિત્ર માટી ચોંઢા ગામને ગણાવી હતી. હાલ અમેરિકા નિવાસી પ્રકાશભાઈ નાયકની ખુબ પ્રશંસા કરી હતી. અને નવી ટેકનોલોજી શિક્ષણના ક્ષેત્રમા લાવવી જરૂરી છે. ગામ માં યોગાસન પતંજલિ કાર્યક્રમ પણ ચાલુ થશે તેવું પણ ગામના આગેવાનો દ્વારા જણાવ્યું હતું.

આ કાર્યક્રમ માં સુરત હજીરા થી પણ મહાનુભાવો ,મુંબઈ થી અતિકભાઈ દેસાઈ સાહેબ,જિ.વિકાસ અધિકારી નવસારીના શ્રીમતી પ્રશસ્તિ પરીખ,વી.બી.દયાસા BISLD રીજનલ ડાયરેક્ટર પૂના ,ગામના ટ્રસ્ટીઓ,શાળા ના સ્ટાફ, સરપંચશ્રી, ગામજનો,તથાં બાયફ સંસ્થાના કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version