Site icon Gramin Today

ચુંટણી સબંધી કોઈપણ વાંધાજનક મેસેજ તથા એસ.એમ.એસ. કરવા ઉપર પ્રતિબંધ:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

તાપી જિલ્લામાં ચુંટણી સબંધી કોઈપણ વાંધાજનક મેસેજ તથા એસ.એમ.એસ. કરવા ઉપર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો.

વ્યારા : આખા રાજ્ય ભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓને હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી છે. ચુંટણીને લઈને આચારસંહિતા અમલીકરણ દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તથા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે ચુંટણીને અનુલક્ષીને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી બી.બી. વહોનિયાએ આચાર સંહિતા ભંગ કરતા કેટલાક કૃત્યો પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

જે મુજબ કોઈ પણ વ્યક્તિ, સંસ્થા કે મંડળી, રાજકીય, બિન રાજકીય તથા અર્ધ રાજકીય પક્ષ અને જિલ્લામાં તાલુકા અને જિલ્લા પંચાયત તથા નગર પાલિકાઓની સામાન્ય ચુંટણીના ઉમેદવારો દ્વારા ચુંટણી સંબંધી આચાર સંહિતાનો ભંગ કરતા અથવા કાયદો અને વ્યવસ્થા જોખમમાં મુકે તેવા કોઈપણ પ્રકારના વાંધાજનક મેસેજીસ તથા એસ.એમ.એસ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે. 

Exit mobile version