Site icon Gramin Today

ગૌ માંસના ગુનાના “ભયજનક વ્યક્તિઓમાં કુલ ૩ ને પાસા એક્ટ હેઠળ અટકાયત કરતી વેડચ પોલીસ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ભરૂચ સુનિતા રજવાડી

પોલીસ મહાનિરીક્ષકશ્રી હરેકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ,વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી જંબુસર,વિભાગ જંબુસર નાઓની સુચના મુજબ ભરૂચ જીલ્લામાં અસામાજીક તત્વો વિરૂધ્ધમાં સખત કાર્યવાહી કરવા સુચના મળેલ જે અન્વયે વેડચ પો. સ્ટે.ના સારોદ ગામે રહેતાં સામાવાળા (૧) આશીફ અબ્દુલ્લા ઈસ્માઈલ જાત ઉસ્તાદ રહે.માળોદ,ભટા ખડકી તા.જંબુસર જી.ભરૂય (ર) ઝહીર અકબર મહમદ સી. જાતે.દિવાન રહે.સારોદ,ખરી ઉપર તા.જંબુસર જી.ભરૂચ (3) સલીમ અલ્લી યુસુફ જાતે ડુિં ચા રહે. સારોદ,સુલતાનનગર તા.જંબુસર જી.ભરૂચ ઉપરોકત ત્રણેય સામાવાળા ને પાસા એક્ટ હેઠળ જીલ્લા  મેજીસ્ટ્રેટશ્રી ભરૂચ નાઓના હુકમ અન્વયે અટકાયત કરી સામાવાળા ને ૧ તથા ૨ નાઓને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે તેમજ સામાવાળા ને 3 નાઓને ભાવનગર જેલ ખાતે પોલીસ જાપ્તા સાથે મોકલી આપેલ છે, વધુમાં આવા અસામાજીક તત્વો વિરુદ્ધ માં સખત કાર્યવાહી કરવા માટે વેડચ પોલીસ કટિબદ્ધ છે

ઉપરોક્ત સામાવાળા ત્રણેય વિરૂધ્ધ માં ભૂતકાળમાં અત્રેના વેડચ પોસ્ટમાં ગૌ હત્યા કરવા બદલ ગુનો દાખલ થયેલ છે.

Exit mobile version