Site icon Gramin Today

ગુજરાતની અભયમ-181 મહિલા હેલ્પલાઇનની ટીમને સરિતા ગાયકવાડ-એથ્લેટીક્સ ઘ્વારા માર્ગદર્શન:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા 

અભયમ-181 મહિલા હેલ્પલાઇનના મહિલા અને  બાળપોષણ દિવસે ડાંગ જીલ્લાનાં અને સમગ્ર ગુજરાત,ભારતમાં ગોલ્ડન ગર્લ્સ તરીકે આગવી ઓળખ મેળવનાર દેશનું ગૌરવ સરિતા ગાયકવાડ -એથ્લેટીક્સ એ ઓનલાઈન  વેબિનાર ઘ્વારા માર્ગદર્શન અપાયું.


ડાંગ: ગત રોજ  10/8/2020 ના રોજ મહિલા સશક્તિકરણ  પખવાડિયા અંતર્ગત  ઉજવણીના ભાગરૂપે અભયમ 181મહિલા હેલ્પલાઇન ઘ્વારા મહિલા અને  બાળ પોષણ દિવસનું વેબિનાર (ઓનલાઈન)  દ્વારા કાર્યક્રમનું  આયોજન કરવામાં આવ્યું હતું  જેમાં ગુજરાતના તમામ જિલ્લાની અભયમ ટીમે માર્ગદર્શન મેળવ્યું હતું.


કુમારી સરિતા ગાયકવાડ એથ્લેટીક્સ ડાંગ થી  વેબિનારના માધ્યમ ઘ્વારા ગુજરાત રાજ્યની તમામ  અભયમ-૧૮૧  ટીમ ને માર્ગદર્શન આપતાં જણાવેલ કે મનોબળ મક્કમ હોય, મહેનત અને લગન હોય અને ધ્યેય નક્કી કરવામાં આવે તો કોઈ પણ કાર્ય સિદ્ધ થઈ શકે છે,  તેઓ એ પોતાનાં  શરૂઆત ના તબક્કાનાં  પરિશ્રમ અને  સ્ટ્રગલ કરી એશિયન ગેમમાં  ગોલ્ડ મેડલ હાંસલ કર્યો ત્યાં સુધી ની રૂપરેખા આપી એથ્લેટીક્સ સરિતા ગાયકવાડે રાજ્યનાં તમામ અભયમ-૧૮૧  ટીમ ને પ્રોત્સાહીત કર્યા હતાં, ગુજરાત સરકારનાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત મહિલા સશક્તિકરણ, જાગરૂકતા, સુરક્ષા જેવી અનેક સેવાઓ   મહિલા હેલ્પલાઇન-૧૮૧  ઘ્વારા 24*7પીડિત મહિલાઓને શહેર થી લઇને આંતરિયાળ ગામો સુધી મદદ, માર્ગદર્શન અને બચાવ કરવામાં આવી રહેલ છે જેને બિરદાવવામાં આવી હતી.

Exit mobile version