Site icon Gramin Today

કોવિડ વેક્સિનેશન ડ્રાઈવ- ત્રીજો તબક્કો’ વરિષ્ઠ વ્યક્તિઓ માટે વેક્સીનેશન કાર્યકમ:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તન કુમાર 

‘‘કોવિડ વેક્સિનેશન ડ્રાઈવ- ત્રીજો તબક્કો’’ ૪૫ થી ૬૦ વર્ષ સુધીના કો-મોરબીડ એટલે કે ગંભીર બિમારીવાળા વ્યક્તિઓ તથા ૬૦ થી વધુ વયજુથની વ્યક્તિઓ માટે વેક્સિનેશન કાર્યક્રમ:

વ્યારા તા.૨૮ કોવિડ વેક્સિનેશન ડ્રાઈવ અંતર્ગત ૧૬ જાન્યુઆરી, ૨૦૨૧ થી શરૂ થયેલ પ્રથમ તબક્કામાં હેલ્થ કેર વર્કર્સ તથા બીજા તબક્કામાં ફ્રન્ટલાઈન વર્કર્સનું વેક્સિનેશન સફળતાપુર્વક કરવામાં આવેલ છે. ગુજરાત રાજ્ય માં ૯,૧૦,૦૬૪થી વધુ લભાર્થીઓએ કોવિડ-19 વિરોધી રસીનો લાભ લીધો છે. આ રસી સંપૂર્ણ સુરક્ષિત છે. 

કોવિડ વેક્સિનેશન ડ્રાઈવના ત્રીજા તબક્કામાં ૦૧ માર્ચ ૨૦૨૧ થી ૬૦ વર્ષથી વધુ ઉંમરના તમામ લાભાર્થીઓ તેમજ ૪૫ થી ૬૦ વર્ષ સુધીના કો-મોરબીડ કે જેઓ ડાયાબિટીસ, હાયપટેન્શન, હ્રદયરોગ વિગેરે જેવી બીમારીથી પીડાતા હોય એવા તમામ લાભાર્થીઓને સરકારી સંસ્થા ખાતે અયોજનબદ્ધ રીતે પૂર્વનીયોજીત સમયે અને સ્થળે વિના મૂલ્યે રસી આપવાની કામગીરી કરવામાં આવશે. કોવિડ-૧૯ વિરોધી રસી મૂકવાની કામગીરી જિલ્લાની તમામ સરકારી દવાખાના જેવા કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર , સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પેટા જિલ્લા હોસ્પિટલ, જનરલ હોસ્પિટલ પર વિના મૂલ્યે તેમજ ખાનગી/ટ્રસ્ટ હોસ્પિટલ જનક સ્મારક હોસ્પિટલ વ્યારા અને મોદી ચિલ્ડ્રન હોસ્પિટલ, કાકરાપાર બાયપાસ રોડ , વ્યારા ખાતે સરકારશ્રી દ્વારા નક્કી કરેલ ૨૫૦/- રૂપિયા ભરી કોવિડ-૧૯ વિરોધી રસી લઈ શકાશે. 

વધુ માહિતી માટે ગામના આશા બહેન, એ.એન.એમ- સિસ્ટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના તબીબી અધિકારીશ્રીનો સંપર્ક કરવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હર્ષદ પટેલે જણાવ્યું છે. 

                                                  

Exit mobile version