શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,માંગરોળ કરૂણેશ ચૌધરી
સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં વાંકલ ગામ ખાતે આવેલી શ્રી અટલબિહારી વાજપેયી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં ત્રીજા વર્ષનાં સ્નાતક કક્ષાના સેમેસ્ટર ૬ ની પરીક્ષા લેવામાં આવી હતી, ત્યારે કુલ ૩૩૯ માંથી ૩૩૫ વિદ્યાર્થીઓએ સરકારની ગાઈડ લાઈન મુજબ માસ્ક પહેરીને તેમજ સોશ્યલ ડિસ્ટન્સ સહિત પરીક્ષા આપી હતી, વિદ્યાર્થીઓનું પરીક્ષાખંડમાં પ્રવેશતા પહેલા માસ્ક તેમજ દરેક વિદ્યાર્થી ઓને થર્મલ ગનથી ચેકિંગ કરવામાં આવ્યું હતું, અને સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે એ રીતે પ્રવેશ આપવામાં આવ્યો હતો, અને પરીક્ષા શરૂ કરવામાં આવી હતી, અને ત્યાર બાદ તમામ વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી, અને કોલેજનાં સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકાનાં નિયમોનું કડકપણે પાલન કરાવવામાં આવ્યું હતું.