Site icon Gramin Today

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડીયાપાડા ખાતે “વિશ્વ દૂધ દિવસ” નિમિત્તે ગુણવત્તા સભર દૂધ ઉત્પાદન વિષય ઉપર ઓનલાઈન વેબીનાર યોજાયો:

શ્રોત: સર્જન વસાવા, ગ્રામીણ ટુડે ન્યુઝ,નર્મદા

નર્મદા જિલ્લા નાં દેડીયાપાડા ખાતે ૧ જૂન ૨૦૨૧ ના રોજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-નર્મદા દ્વારા “વિશ્વ દૂધ દિવસ” ની ઉજવણી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર- નર્મદા, નવસારી કૃષિ યુનિવર્સિટી દેડિયાપાડા, પશુપાલન વિભાગ, જિલ્લા પંચાયત તેમજ ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના- નર્મદા, કૃષિ વિકાસ ગ્રામીણ પ્રશિક્ષણ સંસ્થા, અને આદિવાશી મહિલા તાલીમ કેન્દ્રના સહયોગથી તા.૦૧.૦૬.૨૦૨૧ના રોજ “વિશ્વ દૂધ દિવસ” નિમિતે મનુષ્યમાં દૂધ આહારમાં વિશેષ મહત્વ ધ્યાને રાખી સામાન્ય લોકોમાં જાગૃતિ ફેલાઈ તે હેતુથી “વિશ્વ દૂધ દિવસ” ઉજવણી કરવામાં આવી હતી. ૨૦૦૧માં, યુનાઇટેડ નેશન્સના ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા દૂધના મહત્વને વૈશ્વિક ખોરાક તરીકે ઓળખવા માટે વિશ્વ દૂધ દિવસની સ્થાપના કરવામાં આવી હતી. વિશ્વ દૂધ દિવસ પર વેબીનારનો વિષય પશુ આરાગ્ય અને પશુની ઉત્પાદકતામાં વધારો કરી પર્યાવરણ, પોષણ,સામાજિક અને આર્થિક સંદેશા સાથે ડેરી ક્ષેત્રની ટકાઉપણું પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત ડૉ.પી.ડી. વર્મા (વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા) કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-નર્મદાએ ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું, સાથે સાથે કાર્યક્રમમાં ભાગ લેનાર ખેડૂત- પશુપાલક ભાઈઓ- બહેનોને વેબીનારમાં મોટી સંખ્યામાં જોડાવવા બદલ આવકાર્યા હતા. ત્યાર બાદ કાર્યક્રમના અધ્યક્ષ ડૉ. ઝેડ.પી.પટેલ કુલપતિશ્રી, નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા બકરી પાલન પર વિશેષ ધ્યાન આપી બકરીના દૂધને માનવ આરોગ્યમાં મહત્વ પર ભાર મૂક્યો હતો અને તેમણે ખેડુતોને કૃષિની સાથે પોતાના જીવન નિર્વાહ સુધારવા પશુપાલનના વિવિધ સાહસ શરૂ કરવા સૂચન કર્યું હતું. કાર્યક્રમના મુખ્ય અતિથિ ડૉ.લાખન સિંઘ, ડાઇરેક્ટર અટારી-પુણે દ્વારા પશુપાલન થકી ટકાઉ કૃષિ પર ભાર મુકાયો હતો. અને ગુજરાતમાં દૂધના માર્કેટિંગ માટે સહકારી ક્ષેત્ર તંત્રની સરાહના કરી હતી. કાર્યક્રમના વિશેષ અતિથિ ડૉ.સી.કે.ટિંબડિયા, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી. નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા ગાય આધારિત ઓર્ગનિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે જૈવિક ખાતર, પંચ ગૌવ્ય, વર્મીકમ્પોસ્ટ વગેરેનું ઉત્પાદન કરી પશુપાલન થકી સજીવ કૃષિ વધારવા માટે ખેડૂતોને અનુરોધ કર્યો હતો. ડૉ.જે.આર.દવે, નાયબ પશુપાલન નિયામકશ્રી જી.પ.નર્મદા દ્વારા કાર્યક્રમ અનુરૂપ “વિશ્વ દૂધ દિવસ” વિશે પરિચય આપ્યો અને સ્વચ્છ દૂધ ઉત્પાદનમાં ધ્યાન કેન્દ્રિત કરી પશુની ઉત્પાદકતા વધારવા માટે સૂચનો કર્યા હતા. ડૉ.જે.વી.વસાવા નાયબ પશુપાલન નિયામકશ્રીએ, ઘ.પ.સુ.યો. દ્વારા કૃત્રિમ બીજદાન થકી પશુ સંવર્ધન કરી આવનાર ઓલાદની દૂધ ઉત્પાદતા વધારી શકાય એ બાબતે ધ્યાન દોર્યું હતું. ડૉ.ડી.બી.ભીંસરા, વૈજ્ઞાનિક, પશુ વિજ્ઞાન, દ્વારા દૂધાળા પશુઓમાં દૂધ ઉત્પાદન વધારવા માટે ખોરાક વ્યવસ્થાપન અંગે વ્યાખ્યાન આપ્યું હતું. શ્રી.અમિત નાપડે સી.ઇ.ઓ કૃષિ વિકાસ ગ્રામીણ પ્રશિક્ષણ સંસ્થા દ્વારા એફ.પી.ઓ માટે માર્કેટિંગ વ્યૂહરચનાઓ પર ભાર મૂક્યો હતો. અને ડૉ.એમ.વી.તિવારી, વૈજ્ઞાનિક (ગૃહ વિજ્ઞાન)દ્વારા માનવ સ્વાસ્થ્યમાં દૂધનું મહત્ત્વ અને દૂધ ઉત્પાદમાં મૂલ્યવર્ધન વિશે વ્યાખ્યાન આપ્યું હતું.

વેબીનારના અંતે પશુપાલકો દ્વારા પૂછાવામાં આવેલ પ્રશ્નોનું વૈજ્ઞાનિકશ્રીઓ દ્વારા સંતોષકારક નિવારણ કરાવામાં આવ્યું હતું. અંતમાં પ્રો.વી.કે.પોસિયા દ્વારા વેબીનાર ઉપસ્થિત મહાનુભવ, વૈજ્ઞાનિક, અધિકારી અને ખેડૂત ભાઈઓ-બહેનોનો આભાર વ્યકત કરી કાર્યક્રમની સમાપ્તિ કરી હતી.

Exit mobile version