Site icon Gramin Today

કાકા-બા હોસ્પિટલ અને પોલીસ સ્ટેશન હાંસોટ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ભરૂચ સુનિતા રજવાડી

પોલીસ મહાનિરીક્ષક શ્રી હરિકૃષ્ણ પટેલ વડોદરા વિભાગ વડોદરા તથા શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા પોલીસ અધિક્ષક ભરૂચ તેમજ શ્રી ચિરાગ દેસાઈ નાયબ પોલીસ અધિક્ષક અંકલેશ્વર નાઓએ Covid-19 ની મહામારી અનુસંધાને આપેલ સુચના આધારે  હોસ્પિટલ અને પોલીસ સ્ટેન હાંસોટ દ્વારા રક્તદાન શિબિર નું આયોજન તા-૧૮/૧०/૨०૨० ના રોજ ૧૦/૦૦ થી ૧૩/૦૦ કલાક સુધી ,કાકા- બા હોસ્પિટલ હાંસોટ ,ખાતે રાખવામાં આવ્યું હતું, જેમાં પોલીસ કર્મચારીઓ તેમજ GRD ના સભ્યો તેમજ અન્ય લોકોએ ભાગ લઇ કુલ-૩૦ જેટલા દાતાઓએ રક્તદાન કર્યું હતું, અને આપણે સૌ જાણીએ છીએ કે લોહીની ઉણપવાળા અને જરૂરિયાત વાળા દર્દીઓ કે જે જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા હોય તેમના માટે કટોકટીના સમયે ,નિસ્વાર્થ ભાવે રક્તદાન કરનાર વ્યક્તિના લોહીનું એક એક ટીપું કોઈના જીવન માટે મુલ્યવાન બની રહે છે.

ગુજરાત આરોગ્ય વિભાગ પણ રક્તદાન માટે જાગૃતતા લાવવાના સઘન પ્રયાસો અને વધુમાં વધુ લોકો રક્તદાન કરે તેવા પ્રયત્નો કરી રહ્યું છે,આ રક્તદાન શિબીરનુ સરદાર વલ્લભભાઇ પટેલ બ્લડ બેન્ક સુરતના સૌજન્યથી આયોજન કરવામાં આવેલ હતું.

Exit mobile version