Site icon Gramin Today

કાંગરિયામાળ ગામના બે ગરીબ પરિવાર ના વ્હારે આવ્યુ અંકુશ પુરોહીત ફાઉન્ડેશન:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા 

આજ રોજ તારીખ 14 મે 2023 ના રોજ ડાંગ જિલ્લાના વિખ્યાત આસ્થા સ્થાન સુબીર ખાતેના શબરી ધામ પાસે આવેલ કાંગરિયામાળ ગામના બે ગરીબ પરિવાર ના વ્હારે આવ્યું અંકુશ પુરોહીત ફાઉન્ડેશન વ્યારા.

ડાંગ ના અંતરિયાળ વિસ્તાર સુબીર માં અંકુશ પુરોહીત ફાઉન્ડેશન દ્વારા ચક્રવાત માં નુકશાન પામેલ બે ગરીબ પરિવારો ના ઘર બનાવવા માટે મદદ રૂપ થયા.

પ્રાપ્ત માહિતી મુજબ થોડા દિવસો પહેલા સુબીર શબરી ધામ નજીક આવેલ કાંગરિયામાળ ગામ ખાતે પુર જોશ માં પવન ફૂંકાતા શેરડી ખાતે જતા ગરીબ ખેત મજૂર એવા બે પરિવારોના ઘર આ વંટોળ માં ફંગાઈ ગયા હતા. તેમજ એક અપંગ યુવાન પણ પોતાની વ્હીલ ચેર પરથી ઉછળી નીચે પટકાતા ગંભીર ઈજ્જા થઈ હતી. સમાચાર ના માધ્યમ દ્વારા અંકુશ પુરોહીત ફાઉન્ડેશન ને આ બાબત ની જાણ થતાં. તેઓ એ તાત્કાલિક આ ગામ ની મુલાકાત લઈ એમના હાલ જાણ્યા હતા. ત્યારબાદ સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા કરી. અને ફંડ એકત્રિત કરી આ બે પરિવાર માટે ઘર બનાવવાનું નકી કર્યું હતું. જે બે ઘરો તારીખ 14/05/2023 ના રોજ પરિપૂર્ણ કરી ડાંગ ના સેવા ભાવી યુવાગ્રુપ કોટબાના પ્રકૃતિ પ્રેરક શિવ પરિવાર, અને આર. ટી ડાંગી કોમેડી ના મહેશભાઈ અને યુવા આગેવાન નિલેશભાઈ ઝાંબરે અને ગામના રમણભાઇ પવાર ઉપસ્થિત રહ્યા હતા. અંકુશ પુરોહીત ફાઉન્ડેશન ના માધ્યમ થકી આદિવાસી વિસ્તાર અને જરૂિયાતમંદ પરિવારો ને 47 જેટલા ઘરો બનાવી ચૂક્યા છે. અને આવનાર સમય માં પણ ડાંગ,તાપી જેવા આદિવાસી વિસ્તારમાં નિસ્વાર્થ ભાવે સેવા માટે સજજ છે.

Exit mobile version