Site icon Gramin Today

એક તૂટતા પરિવાર ને કાઉન્સિલિંગ કરી ને કાયદાકીય માહિતી આપતી અભ્યમ્ ટીમ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ , 24×7 વેબ પોર્ટલ 

આજ રોજ એક પીડાતાએ  મહિલા અભ્યમ ટીમ વલસાડ ને  જણાવેલ કે પતિ નું બીજી સ્ત્રી સાથે આડા સંબંધ હોય જે શારરિક અને માનશીક રીતે હેરાન કરે છે.
જે બાદ 181 મહિલા અભ્યમ  ટીમ ત્યાં પોહચી બંને પક્ષ સાથે વાત કરતા જણાવ્યું  હતું કે આ સ્ત્રી પીડિતા ની ફ્રેન્ડ હોય જે પતિ ની કપડાંની દુકાન પર કપડાં લેવા અવેતા ત્યારે તેમનો સંબંધ જોડાતા પીડિતા નો 1 બાળક છે અને આ મહિલા  હાલ 8 મહિના ની પ્રેગનેન્ટ છે. અને સામા પક્ષ સ્ત્રી ના પણ 2 બાળકો છે,  જે પીડિતા ને બંને વચ્ચે ના સંબંધ ની ખબર પડતાં,  બંને પક્ષ ને સમજવાની કોશિશ કરી હતી  છતાં પણ તેઓ નહી  સમજતા  સંબંધ આગળ વધ્યો અને હાલ પીડિતા થી સહન ના થતાં 181 ટીમ બોલાવેલ જે પતિ ને સમજાવી પોતાનું ફેમીલી બચવાની કોશિશ કરતા હતા.
અંતે  મહિલા અભ્યમ  181  હેલ્પલાઇન ટીમ બંને પક્ષ સાથે કાઉન્સિલિંગ કરી સમજાવેલ કાયદાકીય માહિતી આપેલ, જે પીડિતા ના પતિ ને પીડિતા પર હાથ ના ઉપાડે અને પોતાની ભૂલ સુધારી પરિવાર સાથે શાંતિ પુર્વક રહે અને સામા પક્ષ સ્ત્રી સામે ની સોસાયટી માં રહે છે એમને કોલ કરી બોલાવી ને  સમજાવેલ છે કે તેઓ ગલત રસ્તા પર છે,  જેમનુ  પોતાનું ફેમીલી છે , અને પોતાના બાળકો નું ભવિષ્ય વિશે વિચાર કરી આવી ભૂલ ન કરવા જણાવી બંને પક્ષ હવે પછી આવી ભૂલ ન થાય એવું કહી બંને પક્ષ ને સમજાવી ને સમાધાન કરી કાયદાકીય માહિતી આપી ને મહિલા અભ્યમ ની  ટીમ દ્વારા મદદરૂપ થઇ પીડિતા ની તકલીફ ને દુર કરવાની કોશિશ કરી છે.

Exit mobile version