Site icon Gramin Today

ઉમરપાડા તાલુકા ખાતે મામલતદાર કચેરીમાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ઉમરપાડા રઘુવીર વસાવા 

સુરત જીલ્લાનાં  ઉમરપાડા ખાતે  ગત  રોજ તા.09/08/2020ના રોજ સમગ્ર વિશ્વમાં  આદિવાસી દિનની નિમિતે અલગ અલગ રીતભાત અને અનોખી રીત  દ્વારા કોવીડ-૧૯ને ધ્યાનમાં રાખી ઉજવણી કરવામાં આવી હતી,  સુરત જીલ્લાનાં  ઉમરપાડા તાલુકા મથક ખાતે  મામલતદાર કચેરી હોલમાં વિશ્વ  આદિવાસી દિનની  ઉજવણી કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે માનનીય મંત્રીશ્રી  જવાહર ચાવડાજી  ગુજરાત સરકારના  પ્રવાસન અને મત્સ્ય ઉધોગ વિભાગનાં મંત્રીનાં અધ્યક્ષપદે કાર્યક્રમ યોજાયો હતો. સદર કાર્યક્રમમાં  અન્ય આગેવાનો જેમ કે  જિલ્લા પ્રમુખ સામસીંગભાઈ વસાવા તેમજ તાલુકા પ્રમુખ  દરિયાબેન શાંતિલાલભાઈ વસાવા તેમજ તાલુકાની અલગ અલગ પંચાયતોનાં સરપંચશ્રીઓ અને અનેક આગેવાનો  હાજર રહયા હતા, અને ઉજવણીની શરુઆત આદિવાસી સમાજના કુલદેવી મનાતા એવા દેવમોગરા માતા તેમજ કાંતિકારી લડવૈયા  બિરસા મુડાંને યાદ કરીને તેમની પ્રતિમા ચિત્રને  દિપ પ્ર ગટાવીને ઉજવણીની શરુઆત કરવામાં આવી હતી, જેમાં વિવિધ આદિ- અનાદી કાલથી ચાલી આવતી આદિવાસી નાચણું,  વિવિધ નાચગાન અને અનેક આદિવાસી સંસ્કૃતિની અને પરંપરાગત  ઝાંખી કરાવે એવા નૃત્ય રજુ કરી આગવી ઓળખ  થકી રંગારંગ કાર્યક્રમ સાથે આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી હતી.

આ તકે પ્રવાસન મંત્રી શ્રી એ જણાવ્યુ કે આદિવાસી સમાજ એ પ્રકૃતિ પ્રેમી સમાજ છે.

આદિવાસી સમાજ પોતાની આગવી રીત રિવાજ, સંસ્કૃતિ, કલા, પરમ્પરા ઓ સાથે સંકળાયેલો સમાજ છે.

તેમના ઉદબોધનમાં જણાવ્યુકે રાજ્ય સરકાર આદિવાસીઓના વિકાસ માટે કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.

આદિજાતિના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણની તક પુરી પાડવા માટે રાજપીપળા ખાતે બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સીટી અને ટ્રાયબલ મ્યુઝિયમની સ્થાપના કરવામાં આવી.

આ તકે આઝાદીના જંગ માં બલિદાન આપનાર બિરસા મુંડા, ગુરુ ગોવિંદ ગુરુ જેવા અનેક શહીદવીરોને યાદ કરી ને આદિવાસી સમાજના બલિદાનોને યાદ કર્યા હતા.

આ પ્રસંગે મંત્રી શ્રી ના હસ્તે વનવાસી ખેડૂત સશક્તિકરણ યોજના અંતર્ગત ડીઝલ એન્જીનના પ્રમાણપત્રો તેમજ જંગલ જમીનના હક્કપત્રકો તથા તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા.

ગાંધીનગર ખાતે થી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ ઓનલાઇન દ્વારા આદિવાસી વિસ્તાર માં 136 કરોડ ના વિકાસ કામો નું ઈ – માધ્યમ થી લોકાર્પણ કરીને આદિવાસી સમાજને આદિવાસી દિવસ ની શુભકામના ઓ આપી હતી.

જેનું જીવંત પ્રસારણ કરાયું હતું.તાલૂકા પંચાયતના પ્રમુખ દરિયાબેન વસાવા, માંગરોળ તાલુકા પ્રમુખ જગદીશભાઈ ગામીત, ગંભીર સિંહ વસાવા, સહકારી ઉત્પાદન મંડળીના ચેરમેન શામસીન્ગભાઈ વસાવા , સુરત જિલ્લાના અધ્યક્ષ દીપકભાઈ વસાવા તેમજ પ્રાંત અધિકારી શ્રી ઠાકર સાહેબ હાજર રહ્યા હતા.

Exit mobile version