Site icon Gramin Today

ઉદવાડાની વૃદ્ધ મહિલાનું પરિવાર સાથે મિલન કરાવતી મહિલા અભયમ-૧૮૧ ટીમ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વલસાડ

વલસાડ જિલ્લાની મહિલા અભયમ-181 ટીમની મદદ થી ઉદવાડાની વૃદ્ધ મહિલાનું પરિવાર સાથે સુખદ મિલન.
સંકટ સમયની સહેલી મહિલા અભ્યમ 181 ની ટીમ દ્વારા મહિલાઓને મદદ કરવામાં આવી રહી છે. પીડિત મહિલાઓ માટે અભયમ 181 ની ટીમ 24×7 કલાક મહિલાઓની સુરક્ષા માટે કટિબંધ છે. ત્યારે વલસાડ જિલ્લાની મહિલા અભયમ 181ની ટીમ ઉદવાડા શહેરી વિસ્તારની વૃદ્ધ મહિલાનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું છે. છેલ્લા બે દિવસથી વરસાદમાં હેરાન થતી મહિલાની ખરા સમયે મહિલા અભયમ 181 ની ટીમે મદદ કરી હતી.
પારડી શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદમાં આશરે 70 વર્ષની વૃદ્ધ મહિલા બેસી રહ્યાની જાણ થતા વલસાડ જિલ્લાની મહિલા અભ્યમ 181 ટીમ ઘટનસ્થળે પહોંચી પૂછ-પરછ કરતાં જાણવા મળ્યું હતું કે  તેઓ બીમાર હોવાથી ઘરનાં સભ્યોનો જાણ કર્યા વગર તેઓ એકલા જ હોસ્પિટલ જવા માટે ઘરે થી નીકળી ગયેલ હતાં. પરંતુ વરસાદ વધારે હોવાથી તેમને ઘર જવા માટે કોઈ  સાધન ન મળતાં તેઓ એપારમેન્ટ નીચે બેસી રહ્યાં હતા. જેથી 181 ની ટીમ આ વૃદ્ધ મહિલાને સાથે રાખી તેમના ઘરે પહોંચી તેમના પરિવારને સમજાવી મહિલાને સાથે રાખવા માટે કહ્યું હતું. અને તેમના પરિવારને કાયદાકીય માહિતી આપવાની સાથે વૃદ્ધ મહિલા ઘરની બહાર ન નીકળી જાય તેનું ખાસ ધ્યાન રાખવા તાકીદ કરી હતી. વૃદ્ધ માનું તેમના સુખદ મિલન કરાવતાં તેમના પરિવારે 181 ટીમનો આભાર માન્યો હતો. અને મુશ્કેલીના ખરા સમયે મહિલા અભયમ 181 ની ટીમે મદદ પહોંચાડી સહાયનિય કામગીરી કરી હતી.

Exit mobile version