Site icon Gramin Today

ઈસ્કોન દ્વારા કુકરમુંડાનાં ગોરાસા ગામે ગૌદાન મહોત્સવનું આયોજન કરાયું:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સાગબારા નીતેશ, પ્રકાશભાઈ 

નર્મદા; સાગબારા: આજ રોજ ૧૦.૨૦૨૦ ના દિને  કુકરમુંડાનાં  (ગોરાસા) ગામમાં ઈસ્કોન દ્વારા ગૌદાન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. હરે કૃષ્ણ કેંન્દ્ર કુકરમુંડા તથા ઈસ્કોન સુરતના ભક્ત શ્રીમાન અનંત જગન્નાથ પ્રભુજી તેમજ એમના પરિવારના સદસ્યો અને મિત્રો દ્વારા દશ આદિવાસી પરિવારોને ગૌમાતાનું ગીર તેમજ કાંકરેજ નશ્લનું દાન કરવામાં આવ્યું. સાથે સાથે કપડા અને વાસણો પણ આપવામાં આવ્યા અને સમજાવવામાં આવ્યું કે કઈ રીતે આપણે આપણી સંસ્કૃતિ ભુલી રહ્યા છીએ અને જે ગૌમાતા અને  બળદોને આપણા પૂર્વજો પુંજતા હતા એમને આપણે પુંજવાનું તો દૂર આદર પણ નથી આપતા. હાલમાં લોકોને કુતરા પાળવાનું પસંદ છે, કૂતરાનું મલ સાફ કરી શકે છે પરંતુ ગૌમાતાના મલમુત્રથી દુર્ગંધ આવે છે એજ આપણી સંસ્કૃતિના પતનનાં ચિહ્નો છે.

દરેક સભ્ય વ્યક્તિ એ સમજવું જરૂરી છે કે ગૌમાતા કેમ આદરણીય છે…? માનવ સભ્યતાનો મુખ્ય આધાર અન્ન તેમજ દૂધ છે જે આપણને ગૌમાતા આધારિત કૃષિ કરવાથી કે ગૌપાલન કરવાથી મળે છે. આજે ગૌ આધારિત કૃષિ તેમજ ગૌમાતાની સેવા ના કરવાથી ભારતીય ગ્રામીણ અને શહેરી વિસ્તારનાં  સમાજની હાલત દયનીય છે, ખેતી પોષાતી નથી અને સ્વાસ્થ્ય સચવાતું નથી. એટલે જ ગૌમાતાને લક્ષ્મી, હોના ખુર કે મા તરીકે આદર આપવું જરૂરી છે તો જ આપણું સ્વાસ્થ્ય અને ખેતી સચવાશે.

ગૌમાતા તેમજ બળદ દ્વારા થતી પારંપરિક કૃષિ પદ્ધતિને નકારવાથી આજે હરિયાણા અને પંજાબ જેવા સમૃદ્ધ નગરોની કૃષિની દયનીય હાલત એ આપણા માટે એક ઉદાહરણ છે.

આ રીતે ગૌપાલનનું મહત્વ સમજાવી લોકોને કૃષિ સાથે ગૌપાલન કરવાની સલાહ આપવામાં આવી અને ગૌમાતાને ક્યારેય વેચવી નહીં અને ગૌમાતા દૂધ આપે ત્યારે તો મુલ્યવાન છે જ પરંતુ ગૌમાતાનું છાણ કે મુત્ર પણ એટલું જ મુલ્યવાન છે જેવા વિષયો પર જાણકારી આપી એકત્રીત જન સમુદાયને સુખી સમૃદ્ધ જીવન જીવવાની અને કૃષ્ણ ભક્તિ(ગોવાલ્યો દેવ)કરવાની સલાહ આપવામાં આવી.

Exit mobile version