શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
આહવા તાલુકામાં મહેસૂલી તલાટીઓને સેજાની ફાળવણી:
આહવા તાલુકામાં ગ્રામ્યકક્ષાએ મહેસૂલી સેવાઓ વધુ સુલભ બનાવવા ૨૪ મહેસૂલી તલાટીઓને વિવિધ સેજાની કામગીરી સોંપાઇ:
દિનકર બંગાળ, આહવા: ડાંગ જિલ્લામાં ગ્રામજનોને રેવન્યુ સંબંધિત કામગીરી માટે સરળતાથી સેવાઓ ઉપલબ્ધ થાય અને સ્થાનિક કક્ષાએ તેમની રજૂઆતો તથા રેવન્યુ બાબતોનું નિરાકરણ થઈ શકે તે હેતુસર રેવન્યુ તલાટીઓની સેજાવાર બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. આ વ્યવસ્થા અંતર્ગત વિવિધ સેજામાં સમાવિષ્ટ ગામોમાં સંબંધિત રેવન્યુ તલાટીશ્રીઓ નિયત દિવસોએ હાજર રહી ગ્રામજનોની રેવન્યુ સંબંધિત કામગીરી અને પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે.
આ મુજબ શ્રી કૌશિકકુમાર ભરતભાઈ માહલા રે.તલાટી, આહવા સેજામાં આહવા ગામ ખાતે સોમવાર અને બુધવારના દિવસે તથા દિવાનટેમ્બુન ચાર્જ હેઠળ દિવાનટેમ્બુન, જામલાપાડા અને જામનવિહીર ગામોમાં શુક્રવારના દિવસે હાજરી આપશે. સુશ્રી સ્વાતિબેન સુરેશભાઈ પટેલ રે.તલાટી, ચીકટિયા સેજામાં ચીકટિયા, ગૌર્યા, નડગખાદી અને ઇસદર ગામોમાં સોમવાર અને બુધવારના દિવસે હાજરી આપશે. શ્રી જીજ્ઞેશકુમાર શંકરભાઈ પટેલ રે.તલાટી, ધવલીદોડ સેજામાં ધવલીદોડ, કોટબા અને ધુડા ગામોમાં મંગળવારના દિવસે હાજરી આપશે.
શ્રી ભૂપતકુમાર જેરામભાઈ હડિયા રે.તલાટી, માલેગાંવ સેજામાં માલેગાંવ, જોગબારી અને બરડપાણી ગામોમાં બુધવારના દિવસે તથા સાપુતારા ખાતે મંગળવારના દિવસે હાજરી આપશે. શ્રી કૃણાલકુમાર મનસુખભાઈ પટેલ રે.તલાટી, વાસુર્ણા સેજામાં વાસુર્ણા અને સોનગીર ગામોમાં બુધવાર તથા શુક્રવારના દિવસે અને ડોન ખાતે શુક્રવારના દિવસે હાજરી આપશે. સુશ્રી પ્રેમીલાબેન ચુનીલાલ દળવી રે.તલાટી, મોરઝીરા ચાર્જ હેઠળ મોરઝીરા, માદલબારી, ગડદ અને મોગરા ગામોમાં મંગળવારના દિવસે હાજરી આપશે. શ્રી દિક્ષિતભાઈ મોહનલાલ થોરાટ રે.તલાટી, હારપાડા સેજામાં હારપાડા, વાડ્યાવન, સાદડવિહિર, કમદ્યાવન, થોરપાડા અને કડમાળ ગામોમાં શુક્રવારના દિવસે તેમજ ચિંચલી ચાર્જ હેઠળ કરાડીઆંબા, હનવતપાડા, નીમપાડા, ચિંચધરા, ચિંચલી, ગાડવિહિર અને મહારદર ગામોમાં મંગળવારના દિવસે હાજરી આપશે.
સુશ્રી જાનવી રામસિંગભાઈ પરમાર રે.તલાટી, ભવાનદગડ સેજામાં ભવાનદગડ, ખાપરી, ગોળસ્ટા, કુતરનાચ્યા, વાંગણ, સતી, વાવંદા અને મૂળચોંડ ગામોમાં બુધવારના દિવસે હાજરી આપશે. શ્રી શૈલેશભાઈ કે. ભોયે રે.તલાટી ચનખલ સેજામાં ચનખલ, નીલશાક્યા, સુકમાળ અને પીપલ્યામાળ ગામોમાં મંગળવારના દિવસે હાજરી આપશે. સુશ્રી રંજનબેન બી. ભુસારે રે.તલાટી, બોરખલ સેજામાં બોરખલ, ટેમ્બ્રુનઘર્ટા, ઉમરપાડા, ટાંકલીપાડા, વિહિરઆંબા અને ગાયખસ ગામોમાં મંગળવારના દિવસે હાજરી આપશે. શ્રી મહેન્દ્રભાઈ બળવંતસિંહ ચૌહાણ રે.તલાટી, શામગહાન સેજામાં શામગહાન, રાનપાડા, ભાપખલ અને ભુરાપાણી ગામોમાં સોમવારના દિવસે હાજરી આપશે. શ્રી ભરતભાઈ કાશીનાથભાઈ ભોયે રે.તલાટી, ગોટીયામાળ સેજામાં ગોટીયામાળ, ગૂંદીયા, હુંબાપાડા, સોનુનિયા અને બરમ્યાવડ ગામોમાં મંગળવારના દિવસે હાજરી આપશે.
શ્રી ગૌરવ મેરામણભાઈ ડોડીયા રે.તલાટી, લહાનચર્યા સેજામાં લહાનચર્યા, લહાનદબાસ, મોટાચર્યા, મોટીદબાસ, નિરગુડમાળ, ચિંચપાડા અને કહાડોળઘોડી ગામોમાં બુધવાર તથા શુક્રવારના દિવસે હાજરી આપશે. શ્રી માધવભાઈ કિરીટભાઈ ડોબરીયા રે.તલાટી, લિંગા સેજામાં લિંગા, કામદ, વકાર્યા, બીલમાળ, અંજનકુંડ અને કોસંબિયા ગામોમાં બુધવારના દિવસે હાજરી આપશે. હેમાંગીબેન શશીકાંતભાઈ પટેલ રે.તલાટી, ચૌક્યા સેજામાં ચૌક્યા, પાંડવા, ઇસદર, ચવડવેલ, રાવચોંડ, જવતાળા અને ગારમાળ ગામોમાં મંગળવારના દિવસે હાજરી આપશે. દિવ્યાંગીનીબેન અશોકભાઈ રાઉત રે.તલાટી, ઘોઘલી સેજામાં ઘોઘલી, સુંદા અને કાસવદહાડ ગામોમાં મંગળવારના દિવસે હાજરી આપશે. સંધ્યાકુમારી દિનેશભાઈ ગાંવિત રે.તલાટી, જાખાના સેજામાં જાખાના, ધુમખલ અને કોટમદર ગામોમાં બુધવારના દિવસે હાજરી આપશે.
અંજલી બિપિનકુમાર ધોળકિયા રે.તલાટી, બારીપાડા ચાર્જ હેઠળ બારીપાડા, ચીરાપાડા, બોરીગાવઠા, મહારાઈચોંડ અને ચીખલી ગામોમાં સોમવારના દિવસે હાજરી આપશે. શ્રી આકાશકુમાર દુર્લભભાઈ પટેલ રે.તલાટી, ગોંડલવિહિર સેજામાં ગોંડલવિહિર, બોરખેત, ભીસ્યા અને ઘૂબીટા ગામોમાં બુધવારના દિવસે હાજરી આપશે.
સુશ્રી માનસી ભૂપતભાઈ મકવાણા રે.તલાટી, ગાઢવી સેજામાં ગાઢવી ગામમાં મંગળવારના દિવસે હાજરી આપશે. શ્રી બંસીભાઈ જેસંગભાઈ અલગોતર રે.તલાટી, મહાલપાડા ચાર્જ હેઠળ મહાલપાડા, કલમવિહિર, નાંદનપેડા, સેન્દ્રીઆંબા અને પીપલધોડી ગામોમાં સોમવારના દિવસે હાજરી આપશે. શ્રી અનિરુધ્ધભાઈ બાબાભાઈ ખૂમાણ રે.તલાટી, ટાંકલીપાડા ચાર્જ હેઠળ ટાંકલીપાડા, વાયદૂન, વંજારઘોડી, વાંઝિટેમ્બ્રુન અને કરંજડી ગામોમાં બુધવારના દિવસે હાજરી આપશે. શ્રી હાર્દિક રાજેશભાઈ ભોગાયતા રે.તલાટી, ગલકુંડ ચાર્જ હેઠળ ગલકુંડ, પિપલપાડા, પાયરપાડા, જામદર, સિનબંધ, મોહપાડા, ઉખાટિયા, વનાર, વાંકી, આંબાડિયા અને ઉમર્યા ગામોમાં મંગળવારના દિવસે હાજરી આપશે. તેમજ બિરજબેન સુરેશભાઈ વામજા રે.તલાટી, પિંપરી ચાર્જ હેઠળ પિંપરી, ધૂળચોંડ, હનવંતચોંડ અને દાવદહાડ ગામોમાં મંગળવારના દિવસે હાજરી આપશે.
આ કામગીરી હેઠળ તાલુકા કક્ષાએ વિવિધ મહેસૂલી સેવાઓનું સંકલન વધુ સુવ્યવસ્થિત બનશે તેમજ અરજદારો અને ગ્રામજનોને સંબંધિત સેવાઓ સમયસર મળી રહે તે માટે વહીવટી સરળતા રહેશે. ડાંગ જિલ્લાના ગ્રામજનોને પોતાના સેજામાં સમાવિષ્ટ ગામ અને નિયત દિવસ મુજબ સંબંધિત રેવન્યુ તલાટીશ્રીની હાજરીનો લાભ લઈ રેવન્યુ સંબંધિત કામગીરી માટે જરૂરી દસ્તાવેજો સાથે ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવે છે.

