શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
આહવા ખાતે આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમના યુવા જંકશન દ્વારા રોજગાર ભરતી મેળાનું આયોજન:
રોજગાર ભરતી મેળામાં ૭૬ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી:
દિનકર બંગાળ, વઘઈ: ડાંગ જિલ્લાના આહવા ખાતે આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ (ભારત) ના યુવા જંક્શન દ્વારા તા. ૧૮ જૂનના રોજ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના ૧૦૭ બેરોજગાર યુવાઓએ ભાગ લીધો હતો. જેમાંથી કુલ ૭૬ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી.
આ ભરતી મેળામાં શિલ્પી હિલ રિસોર્ટ સાપુતારા, મારુતિ સુઝુકી આહવા, LIC આહવા, વનવાસો રિસોર્ટ માલેગાવ અને જાનવી એન્ટરપ્રાઇઝ સેલવાસા એમ કુલ પાંચ કંપનીઓએ ભાગ લીધો હતો.
આહવા ખાતે યોજાયેલ રોજગાર ભરતી મેળામાં મુખ્ય મહેમાન તરીકે નાયબ ખેતી નિયામક શ્રી સંજયભાઇ ભગરીયા, તેમજ રોજગાર કચેરીના કાઉન્સેલર શ્રી રાજભાઇ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ કાર્યક્રમમાં આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ (ભારત) ના શ્રી પિયુષભાઈ (પ્રોગ્રામ મેનેજર), શ્રી કિર્તીભાઈ પટેલ (પ્રોગ્રામ ઇન્ટિગ્રેટર) અને શ્રીમતી યોગીતાબેન (પ્લેસમેન્ટ ઓફિસર) સહિત યુવા જંક્શનના સભ્યો શ્રી અંકિત ભોયે ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝર (સ્કિલ), સંદીપ ચૌધરી, શ્રીમતી તન્વીબેન – ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝર (સોશિયલ) સહિતના સભ્યો હાજર રહ્યા હતા.