શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા
ડાંગ જિલ્લામાં આઉટ સોર્સિંગના કર્મચારીઓ દ્વારા કાયમી કરવા બાબતે આવેદન આપી વિધાનસભાની ચૂંટણીમાં સરકાર વિરૂધ્ધ મતદાનની ચીમકી.
આજરોજ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આહવા, વઘઇ અને સુબીર તાલુકાના આઉટ સોર્સિંગના કચેરીઓ દ્વારા તેઓની પડતર માંગણીઓનો ઉકેલ લાવવા માટે જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેટરશ્રીને આવેદન આપી જો માંગણી ના સંતોષાય તો સરકાર વિરુદ્ધ આવનારી વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવાની ચીમકી આપી હતી.
કર્મચારીઓની પડતર માંગણીઓ :
(૧) ૧૧ માસ કરાર આધારિત (કોન્ટ્રાક્ટ) આઉટ સોર્સિંગ, માનદ વેતન અને ઈનસેન્ટિવ જેવી શોષણકરી નીતિઓ તાત્કાલિક નાબૂદ કરવામાં આવે.
(૨) ડાંગ જિલ્લાના તમામ વિભાગો અને કર્મચારીઓમાં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટ અને આઉસોર્સિંગ કર્મચારીઓને કાયમ કરવામાં આવે.
(૩) ” સમાન કામ સમાન વેતન” ના લાભો આપવામાં આવે.
“સંવેદનશિલ અને ગતિશીલ સરકાર” અને “નિર્ણાયક સરકાર” તરીકેનું બિરુદ સાર્થક કરવા માટે કલેકટરશ્રી ને આવેદન આપી માંગણી સંતોષાય તેવી ઈચ્છા પ્રદર્શિત કરી હતી અને જો માંગણીઓ વહેલી તકે સંતોષવામાં નહિ આવે તો આવનારી વિધાનસભાની ચૂંટણીમાં તમામ શોષિત કર્મચારીઓ અને તેમના પરિવાર દ્વાર સરકાર વિરૂધ્ધ મતદાન કરવામાં આવશે એમ જણાવાયુ હતું.

